અમરેલી સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા વિશાળ તિરંગા યાત્રા યોજાઈ
તા.૧૪.૦૮.૨૦૦૨૨ રવિવારના રોજ અમરેલી સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા બહોળી સંખ્યામાં રેલી સ્વરૂપે આઝ|દીના ૭૫માં વર્ષના ભાગરૂપે વિશાળ રેલી કાઢી અમૃત ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ યાત્રા પીરોમુર્શીદની આગેવાનીમાં માયસરોવરમાં દરગાહ થી ટાવર ચોક,રાજકમલ ચોક,લાઈબ્રેરી રોડ,કાશ્મીરા ચોક થી કસ્બાવાડમાં પૂર્ણ થયેલ.આ પ્રસંગે રાજકમલ ચોક ખાતે આવેલ અમરજવાન શહીદ સ્મારક પર મુસ્લીમ સમાજ દ્વારા રાષ્ટ્રગાન ગાઈ અને આઝાદીમાં બલીદાન આપેલ સ્વતંત્રસેનાનીઓને યાદ કરવામાં આવેલ.આ તકે રાજકીય આગેવાનો અને વ્હેપારીઓ દ્વારા આ રેલીનું પુષ્પગુચ્છની વર્ષા કરી સ્વાગત કરવામાં આવેલ હતું .આ રેલીને સફળ બનાવવા પીરોમુર્શીદ,દાઉદી વ્હોરા સમાજ,ખોજા સમાજ તેમજ મુસ્લીમ સમાજની તમામ જ્ઞાતિના પ્રમુખો,રાજકીય સામાજીક આગેવાનો,યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ યાત્રાને સફળ બનાવી હતી તેમ સમીર કુરેશીની અખબારી યાદી જણાવે છે.
Recent Comments