વડીયા સિંચાઈ યોજનામાં ૮૦ ટકા વધુ પાણી ભરાઈ જતા વડીયા ગામના લોકોને સતર્ક રહેવા સરૂચના
વડીયા તાલુકાના વડીયા ગામ પાસે સુરવો નદી પર આવેલી વડીયા સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા બુધવારે તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ બપોરે ૧૬.૦૫ વાગ્યાની સ્થિતિએ જળાશયની ડીઝાઈન સ્ટોરેજના ૮૦ ટકાથી વધુ જળાશય ભરાઈ જતાં સુરવો નદીના હેઠવાસમાં વડીયાના ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. . વર્ષાઋતુના પગલે જળાશયમાં પાણીની સતત આવક થતાં મામલતદાર ડીઝાસ્ટર, અમરેલી દ્વારા વડીયા ગામના લોકન આ જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર – જવર ન કરવા માટે વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments