તા.૨૪મી ઓગસ્ટે ખાંભા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનો ઓગસ્ટ-૨૦૨૨ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૨ને ચોથા બુધવારે મામલતદાર કચેરી ખાંભા ખાતે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીના અધ્યક્ષસ્થાને યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો તેમણે તા.૨0 ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ અથવા ટપાલથી મળી જાય તે રીતે મામલતદાર કચેરી,ખાંભા ખાતે મોકલી આપવી. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સામૂહિક કે નીતિવિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવા નહિ. અરજીના મથાળે મોટા અક્ષરે ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ અવશ્ય લખવું, તેમ ખાંભા મામલતદારશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે
Recent Comments