fbpx
અમરેલી

રાજકોટમાં આગામી તા.૨૦ ઓક્ટોબર, ૨૦૨૨થી તા.૧૨ નવેમ્બર, ૨૦૨૨ સુધી રાજકોટમાં અગ્નિવીર લશ્કરી ભરતી મેળો

અમરેલી જિલ્લાના યુવાનો સંરક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુસર આગામી તા.૨૦/૧૦/૨૦૨૨ થી તા.૧૨/૧૧/૨૦૨૨ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટસ ગ્રાઉન્‍ડ, રાજકોટ ખાતે શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને નિયત માપદંડો પૂર્ણ કરતા યુવાનો માટે અગ્નિવીર સોલ્જર જનરલ ડ્યુટી, અગ્નિવીર સોલ્જર ટેકનીકલ, અગ્નિવીર સોલ્જર કલાર્ક/સ્ટોર કીપર, અગ્નિવીર સોલ્જર ટ્રેડમેન (હાઉસકીપર અને મેસકીપર સિવાય) તેમજ અગ્નિવીર સોલ્જર ટ્રેડમેન હાઉસકીપર અને મેસકીપર કક્ષાઓ માટે આર્મી ભરતી કાર્યાલય, જામનગર દ્વારા લશ્કરી ભરતીમેળો યોજાનાર છે. આ ભરતીમેળામાં ભાગ લેનાર યુવાન તા.૦૧/૧૦/૧૯૯૯ થી તા.૦૧/૦૪/૨૦૦૫ વચ્ચે જન્મેલા હોય તેમજ ભરતીની કક્ષાવાર નક્કી કરવામાં આવેલી શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડ ધરાવતા હોય તેવા પુરુષ ઉમેદવારો જ આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. આ લશ્કરી ભરતીમેળામાં ઉમેદવારી નોંધાવવા માટે ઓનલાઇન  અરજી કરવા માટે નિયત વેબસાઈટ www.joinindianarmy.nic.in પર રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. હોવુ ફરજિયાત છે.  આ ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૦૫/૦૮/૨૦૨૨ થી તા.૦૩/૦૯/૨૦૨૨ સુધી થઈ શકશે. આર્મીમાં જોડાવા ઇચ્છુક યુવાનોએ રજિસ્ટ્રેશન તેમજ આર્મી ભરતીમેળા વિષયક માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી કોલ સેન્‍ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ તેમજ આર્મી ભરતી કાર્યાલય હેલ્પલાઈન નં. ૦૨૮૮-૨૫૫૦૭૩૪ તથા મો.નં. ૮૮૬૬૯૭૬૧૮૮ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/