લીલીયા તાલુકાના અંટાળીયા મહાદેવ મંદિરે ચોર્યાસી પ્રસાદીમાં ૫૦૦૦ લોકોને જમાડતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત
લીલીયા તાલુકાના અંટાળીયા મહાદેવ મંદિરે ખૂબ જ પ્રસિદ્ધ મહાદેવનું મંદિર આવેલ છે. જેથી ધારાસભ્ય પોતે પણ મહાદેવ મંદિરને ખૂબ જ માને છે. જેથી આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા ચોર્યાસી રાખી પોતે લીલીયા થી અંટાળીયા મહાદેવ સુધી ચાલીને આવ્યા હતા ચાલવામાં તેમની સાથે લીલીયા કૉંગ્રેસ પરિવારની ટીમ સાથે હતી અને બાદમાં ૫૦૦૦ લોકોને આમંત્રણ આપી પ્રસાદી લેવડાવી હતી અને સાધુ સમાજ અને બ્રાહ્નણ સમાજના લોકોના આશીર્વાદ લઇ દક્ષિણા આપી હતી અને આવનાર વિધાનસભાની તૈયારી ચાલુ કરી આપી હોય તેવું લાગી રહ્યું છે.
આ ચોર્યાસીમાં લીલીયા અને સાવરકુંડલા તાલુકાના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ ચોર્યાસીમાં પક્ષા પક્ષી રાખ્યા વગર ધારાસભ્ય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કોઈ પણ જાતના ભાષણ કે સભા કે બેર્નર વગર ફક્ત શ્રાવણ મહિનામાં મહાદેવના આશીર્વાદ લેવા જ રાખી હતી તેમ ધારાસભ્ય દ્વારા જણાવેલ હતું. આ ચોર્યાસીમાં તમામ સાધુ અને બ્રાહ્નણ સમાજે ધારાસભ્યને આશીર્વાદ આપી આવનાર વિધાનસભા ખૂબ જંગી બહુબતી વિજય થાવ અને લોકોની સેવા કરો તેવા આશીર્વાદ આપ્યા હતા.
ધારાસભ્ય દ્વારા આ જગ્યા પર પેવર બ્લોક પટ આગણમાં નાખવા માટે ૫ લાખ ફાળવેલ તેમનું પણ આજ રોજ ખાતમુહૂર્ત મહાદેવ માં પટ આગણમાં રાખવામાં આવ્યું હતું.આ ચોર્યાસીમાં ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો આવ્યા હતા જેથી ધારાસભ્ય પ્રતાપ દુધાતે તમામ આગેવાનો અને કાર્યકર્તાનો આભાર માન્યો હતો .
Recent Comments