શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો
શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.
શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.
આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Recent Comments