fbpx
અમરેલી

લોકભારતી સણોસરા ખાતે યોજાશે ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા

સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત કવિ શ્રી તુષાર શુક્લ વ્યાખ્યાન આપશે. આ સાથે અહીના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે.

ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી સોમવાર તા.૨૯ સવારે ‘દર્શક’ સ્મારકમાળામાં જાણિતા કવિ શ્રી તુષાર શુક્લ ‘મારી ભાષા છે ગુજરાતી…’ વિષય પર વ્યાખ્યાન આપશે.

લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર ચિંતક શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળાના આ ઓગણીસમા મણકાના આ વ્યાખ્યાન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે.

સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવે તથા શ્રી રઘુવીરભાઈ ચૌધરી અને નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ સાથે શ્રી રામચંદ્ર ભાઈ પંચોળીના સંકલન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે, જેમાં શ્રી મનજીભાઈ નાકરાણી (સહકાર), શ્રી મોહનભાઈ અને શ્રી નંદુબહેન દલસાણિયા (શિક્ષણ – ગ્રામવિકાસ), શ્રી દિનેશભાઈ ઠાકર (પર્યાવરણ), શ્રી માધુભાઈ નાંદરિયા (શિક્ષણ) તથા શ્રી ફાધર થોમસ (શિક્ષણ) સમાવિષ્ટ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/