fbpx
અમરેલી

શ્રમયોગીઓની વિનામૂલ્યે ઈ-શ્રમ પોર્ટલ ઉપર નોંધણી

ભારત સરકારની સૂચના મુજબ અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓની નોંધણી માટે ગુજરાત રાજ્યના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં તા.૩૧ ઓગષ્ટના રોજ વ્યાપક ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, તેમ નાયબ શ્રમ આયુક્તની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, બાંધકામ શ્રમયોગીઓ, અન્ય રાજયોમાંથી સ્થળાંતરિત થયા હોય તેવા શ્રમયોગીઓ, ખેત શ્રમયોગીઓ, ફેરિયાઓ, લારી-ગલ્લા ધારકો સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, માછીમારો, ડેરી અને પશુપાલન ઉદ્યોગમાં કામ કરતા શ્રમયોગીઓ, રીક્ષા ચાલકો ટ્રક ડ્રાઇવર્સ,ઓનલાઇન પ્લેટફોર્મ કે એપનો ઉપયોગ કરીને કામ કરતા ટેક્ષી ડ્રાઇવર્સ, ઘરે- ઘરે જઈ હોમ ડીલીવરી કરતા શ્રમયોગીઓ રાજ્ય સરકારની જુદી- જુદી યોજનાઓ હેઠળ કામ કરતા શ્રમયોગીઓ જેવા કે આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ, “મનરેગા” હેઠળ કામ કરતા શ્રમયોગીઓ તથા મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓ તમામની નોંધણી ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ ઉપર વિનામૂલ્યે કરવામાં આવશે.

આ નોંધણી માટે ૬૦ વર્ષની વયમર્યાદામાં આવતા શ્રમયોગીના આધારકાર્ડ આધાર સાથે લીંક મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટની વિગતો સાથે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC), ઈ-ગ્રામ કેન્દ્ર ઈ-શ્રમ પોર્ટલ ઉપર ઓનલાઇન સેલ્ફ રજીસ્ટ્રેશન અથવા મોબાઇલ એપ ઉમંગના માધ્યમથી નોંધણી કરવાની રહેશે. તા.૩૧ ઓગષ્ટ ખાસ નોંધણી ઝુંબેશ બાદ પણ નોંધણી પ્રક્રિયા શરુ રહેશે. આ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર ૧૪૪૩૪ અને ગુજરાત રાજયનો ટોલ ફ્રી નંબર ૧૫૫૩૭૨ પર સંપર્ક સાધવાનો રહેશે. વધુમાં, આ અંગે વધુ જાણકારી અને માહિતી માટે શ્રમ ખાતાની જે–તે જિલ્લાની/નજીકની કચેરીનો પણ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/