fbpx
અમરેલી

જિલ્લા રમત ગમત કચેરી દ્વારા  નવરાત્રીમાં ભવ્ય રાસ-ગરબા જિલ્લા કક્ષા સ્પર્ધાઓનું આયોજન

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત કચેરી, અમરેલી સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આગામી સમયમાં આયોજન થનાર છે. જેમાં રાસ, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા વિભાગની સ્પર્ધા યોજાશે.  સ્પર્ધામાં ત્રણેય વિભાગમાં પ્રથમ નંબરે આવનાર વૃંદ રાજ્યકક્ષાએ અમરેલીનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાઓ/મંડળો   dsoamreli.blogspot.com   બ્લોગ પરથી અથવા જિલ્લા રમત ગમત કચેરી,અમરેલી ખાતેથી પ્રવેશપત્ર મેળવી શકાશે.

ત્યારબાદ પ્રવેશપત્ર તૈયાર કરી જરુરી ઉંમર આધાર પુરાવાઓ (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ), નામ, સરનામું અને મોબાઈલ નંબર વગેરે બાબતોનો ખાસ ઉલ્લેખ પ્રવેશપત્રમાં કરવાનો રહેશે. પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે ઉંમર મર્યાદા ૧૪ થી ૩૫ વર્ષ, રાસ સ્પર્ધા માટે ઉંમર મર્યાદા ૧૪ થી ૪૦ વર્ષ ધરાવતા કલાકારો સ્પર્ધામાં ભાગ લઈ શકશે. પ્રવેશપત્ર તા.૧૨-૦૯-૨૦૨૨ બપોરના ૧૨.૦૦ વાગ્યા સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા વિકાસની કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળ, અમરેલીને મોકલવાના રહેશે. અથવા કચેરી ઈ-મેઈલ એડ્રેસ dydoamreli@gmail.com પર મોકલી શકાશે.વધુ વિગતો માટે નં.(૦૨૭૯૨) ૨૨૩૬૩૦ પર સંપર્ક કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/