fbpx
અમરેલી

આ ગુજરાતની ભાજપ સરકારે ખેડુતોને હળહળતો અન્યાય કર્યો : પરેશ ધાનાણી

છેલ્લા પાંચ મહિનાથી અમરેલી /કુકાવાવ તાલુકાના ખેડુતોએ નવું ખેતીવાડી વીજકનેકશન માટે અરજીઓ કરેલ અને તેના કવોટેશન પણ ખેડુતોએ ભરી દીધેલ છતા આ ભાજપ સરકારના પાપે ખેતીવાડી વીજજોડાણથી વંચિત રહયા છે, અને વીજ પુરવઠો ન હોવાથી ખેડુતોને ખેતી પાકમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે, ખેડુતોના ખેતરમાં પાકને નુકશાન ન થાય તે માટે તાત્કાલીક ખેતીવાડી વીજકનેકશન આપવાની માંગ પરેશ ધાનાણીએ કરી છે.

ખેતીના પાકો પણ સમયસર પૂરતું પાણી ન મળતા સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, છે૬ત્સિલા પાંચ મહિનાથી ખેડુતોએ કવોટેશન ભરેલ છતાં અમરેલી/કુંકાવાવ તાલુકાના ખેડુતોને વીજ કનેકશન માટે મીટર કે ટી.સી. ન આપવાથી પાકને સમયસર પાણી ન મળતા, કપાસ, મગફળી શાકભાજી જેવા પાકને કરમાવ લાગી ગયા છે.

અમરેલી/કુંકાવાવ તાલુકાના ખેડુતોને લાઈટ ન મળતી હોવાથી ખેડુતોને પશુધન માટે ભરવાનું પાણી તેમજ પીવાનું પાણી ન મળતા ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહયો છે, આથી તાત્કાલીક ખેડુતોએ કવોટેશન ભરેલ છે જેઓને દિવસ ૧પ માં મીટર તેમજ ટી.સી. આપવામાં નહી આવે તો ગાંધી ચિધ્યાં માર્ગે આંદોલન કરવાની ચીમકી અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ આપેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/