fbpx
અમરેલી

ઇકો ફોરવ્હીલ ગાડીઓમાં પાવર સપ્લાય માટે વપરાતા ECM ની ચોરી કરતા ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગુન્હાની વિગતઃ ગઇ તા .૦૪ / ૦૯ / ૨૦૨૨ ના સાંજના સાત વાગ્યાથી તા .૦૫ / ૦૯ / ૨૨ ના સવારના આઠ વાગ્યા દરમિયાન બાબરા મુકામે ભગતપરા તથા જુના બસસ્ટેશન પાસે જાહેરમાં પડેલ ઇકો ફોરવ્હીલ ગાડીઓ જેના રજીસ્ટ્રેશન નંબર ( ૧ ) GJ – 05 – JK – 1161 ( 2 ) GJ – 04 – CA – 1084 ( 3 ) GJ – 18 – BA – 1858 તથા ( ૪ ) GJ – 05 – CP – 7415 માંથી દરવાજા ખોલી , પાવર સપ્લાય કરવા માટે ઉપયોગમાં લેવાતા ECM નંગ- ૪ , કુલ કિં.રૂ .૪૮,૦૦૦ / – ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઇ ગયેલ હોય , જે અંગે અશરફભાઇ રજાકભાઇ બીલખીયા , ઉ.વ .૩૩ , ધંધો.ડ્રાઇવીગ , રહે.બાબરા , જીવનપરા , તા.બાબરા જિ.અમરેલીનાઓએ ફરિયાદ આપતાં બાબરા પો.સ્ટે . એ – પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૨૦૭૭૦/૨૦૨૨ , આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ રજી . થયેલ .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં બનેલ મિલકત સબંધી ગુનાઓના આરોપીઓને પકડી પાડી , ફરિયાદીની ગયેલ મિલકત તેમને પાછી મળે , તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું .

ઉપરોક્ત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ કરવા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ તા .૦૭ / ૦૯ / ૨૦૨૨ ના રોજ બાબરા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાબરા ટાઉનમાં આવેલ શાહ પેટ્રોલપંપ નજીકથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવતાં , પકડાયેલ ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપી સમીરભાઇ ઇનુસભાઇ અગવાન , ઉં.વ .૨૨ , ધંધો – ડ્રાઇવિંગ , રહે.બાબરા , કરીયાણા રોડ , તા.બાબરા , જિ.અમરેલી ,

પકડાયેલ મુદ્દામાલઃ ઇકો ફોરવ્હીલ ગાડીઓમાં પાવર સપ્લાય કરવા માટે ઉપયોગમાં લેવાતા ECM નંગ- ૪ , કુલ કિં.રૂ .૪૮,૦૦૦ / – નો મુદ્દામાલ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/