fbpx
અમરેલી

જિલ્લામાં તા.૧૨ થી તા.૧૬ સપ્ટેમ્બરે યોજાશે જિલ્લા અને તાલુકા કક્ષાના રમતગમતલક્ષી કાર્યક્રમો

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત અમરેલી જિલ્લામાં તા.૧૨ થી તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન રમતગમતલક્ષી કાર્યક્રમો યોજાશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમના આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા સંબંધિત અધિકારીઓને ઘટતું કરવા સૂચના આપી હતી.મહત્વનું છે કે, તા.૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ને સોમવારના રોજ સવારે ૧૦ વાગ્યે ગજેરા સંકુલ, અમરેલી ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ  યોજાશે, જે કાર્યક્રમમાં સામજિક ન્યાય અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને અમરેલી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર સી મકવાણા તથા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરુવ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.

આ ઉપરાંત તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ મહા વિદ્યાલય, મોટા ભંડારીયા ખાતે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ એન કે સાવલીયા આર્ટસ કોલેજ, સાવરકુંડલા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરુવ ઉપસ્થિત રહેશે.તા.૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ શ્રી ધાણક કોલેજ, બગસરા ખાતે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંઘ અને તા.૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ બાબરા સરકારી કોલેજ ખાતે અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં રમતવીરો, વ્યાયામવીરો, વ્યાયામ મંડળો પણ જોડાશે. આ કાર્યક્રમનું સંકલન જિલ્લા રમત ગમત કચેરી અને જિલ્લા શિક્ષણ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/