fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સુરક્ષા પુરી પાડવા બાબતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવતા પ્રા.જે.એમ.તલાવીયાએ

 અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સુરક્ષા પુરી પાડવા બાબતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પ્રા.જે.એમ.તલાવીયાએ પત્ર પાઠવ્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે કે અમરેલી જિલ્લાનું યુવાધન રોજગારી અર્થે અમદાવાદ – આણંદ – વડોદરા – ભરૂચ – અંલેશ્વર – સુરત – નવસારી – વાપી જેવા ઔદ્યોગિક રીતે વિકસિત શહેરોમાં સ્થળાંતરીત થયું છે. ગામડાઓમાં જમીન – મકાન જેવી સ્થાવર મિલકતો સાચવવા માત્ર વડીલો  જ રહે છે.તાજેતરમાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે એકલા રહેતા વડીલ દંપતી પર લૂંટ અને હત્યાનો બનાવ બન્યો.

આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં તાજેતરમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના લીલીયા બાજુમાં આવેલા નાના રાજકોટ ગામે પણ એકલા રહેતા વૃદ્ધ દંપતી પર હુમલો કરી લૂંટ ચલાવી વૃદ્ધને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.અમરેલી જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર આવા બનાવોથી ભયભીત થયો છે. એકલા અટૂલા વડીલોને સ્થાવર મિલકતો સાચવવા અથવા સ્થળાંતર અનુકૂળ ન હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેવુ પડે છે.જેમની સુરક્ષા અતિ આવશ્યક છે, તો આ અંગે ઘટતું કરવા પ્રા.જે.એમ.તલાવીયાએ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીને જણાવ્યું છે.તેમણે આ રજુઆત પુરુષોત્તમભાઈ રૂપાલા, ભુપેન્દ્રભાઈ પટેલ, મનસુખભાઈ માંડવીયા, સી.આર.પાટીલ, નારણભાઇ કાછડીયા, આર.સી.મકવાણા વગેરેને પણ પત્રની નકલ મોકલી કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/