fbpx
અમરેલી

ધારીમાં ફુલછોડની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ , કેફી ઔષધો , મન : પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર , હેરા – ફેરી , વેચાણ અટકાવવા જરૂરી સુચનાં આપવામાં આવેલ હોય , તથા એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે .

જે અનુસંઘાને શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓની જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની , તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય , એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની , તથા એસ.ઓ.જી. ટીમ ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , ધારી તાલુકાનાં સરસીયા ગામે જગ્યાવાળુ પરા તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતો હસમુખભાઇ મધુભાઇ વાઘેલાના તા.ધારી , જિ.અમરેલીવાળા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ ફુલછોડની આડમાં ગાંજાનાં છોડનું વાવેતર કરેલ છે તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહુ જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

પકડાયેલ આરોપી : હસમુખભાઇ મધુભાઇ વાધેલા , ઉ.વ .૫૧ , ધંધો.મજુરી , રહેવાસી ગામ – સરસીયા , જગ્યાવાળુ પરૂ , તા.ધારી , જિ.અમરેલી

કબ્જે કરેલ મુદ્દમાલ : વનસ્પિત જન્ય લીલા ગાંજાના છોડ નંગ -૬ વજન ૧ કિલો ૯૬૦.ગ્રામ કિ.રૂા .૯,૮૦૦ / – ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે મજકુર ઈસમને વધુ તપાસ અર્થે ધારી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે .

આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ . , શ્રી કે.સી.રાઠવા , સર્કલ પો.ઈન્સ . , ધારી , તથા એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની , તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા એક ઈસમને ફુલછોડની આડમાં ગાંજાનાં છોડનાં વાવેતર સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/