fbpx
અમરેલી

અમરેલીના વિકાસ માટે મહેનત કરી છે અને હજુ પણ અવિરત પ્રયાસો કરીશઃ કૌશિક વેકરિયા

અમરેલીની હાઇ વોલ્ટેજ બેઠક ઉપર રાજયના પુર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની સામે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી રહેલા અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કૌશિક વેકરીયા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઇનો રેકોર્ડ શ્રી ભુપેન્દ્રભાઇ તોડવાનાછે અમરેલી સહિતપાંચેય બેઠક ઉપર ભાજપ જીતશે . વેકરિયાએ જણાવેલ કે , રેતીનો પ્રશ્ન હોય કે વેપારીઓનો પ્રશ્ન હોય લોકો માટે સતત કડીરૂપ બનવાનો પ્રયાસ કર્યો છે અને હજુ કરતો રહીશ મારુ સ્વપ્ર અમરેલી વિસ્તારને મારા ગામ દેવરાજીયાની જેમ આદર્શ વિસ્તાર તરીકે પ્રસ્થાપિત કરી અને લોકોને વધુમાં વધુ રોજગારી મળે તથા લોકોની તમામ સમસ્યાઓ ઉકેલાય તેવું છે .

ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા તરીકે મે સતત લોકોના અમરેલીના હોય કે ગાંધીનગર સુધીના પ્રશ્નો હોય તેની હલ કરવાનો નિષ્ઠાથી પ્રયાસ કર્યો છે અને હવે અમરેલી વડીયા – કુંકાવાવની જનતા જનાદર્નમને પ્રવાસ દરમિયાન જે રીતે આર્શીવાદ આપી રહી છે તે જોતા માત્ર હું જ નહી પણ પાંચેય બેઠકો ભાજપને મળશે તે નિશ્ચીત છે .

અત્રે એ ઉલ્લેખનીય છે કે , અનુભવી અને જાયન્ટ કીલર શ્રી પરેશ ધાનાણી સામે લડી રહેલ શ્રી વેકરિયા કોરી પાટી જેવા ઉમેદવાર છે અને તે વિજયના પુરા વિશ્વાસ સાથે અમરેલી વિધાન સભાની બેઠક ઉપર જંગ લડી રહયા છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/