fbpx
અમરેલી

લીલીયા તથા સાવરકુંડલા વિસ્તારમાથી ત્રણ બોગસ ડોક્ટરને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગૌતમ પરમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનર ને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાં આપેલ હોય , જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ અત્રેનાં અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર કલીનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય , તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન / સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ .

જે અનુસંઘાને શ્રી એ.એમ. પટેલ પોલીસ ઈન્સપેક્ટર , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા શ્રી જે.કે.મોરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર , એસ.ઓ.જી.શાખા , તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , લીલીયા તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , લીલીયા તાલુકાનાં સલડી ગામે હવેલી શેરીમા મનુભાઇ રામજીભાઇ રામાણીના રહેર્ણાક મકાનમાં ચર્ચામુડા ક્લીનિક નામે નિલેશભાઇ સુર્યકાંતભાઇ મહેતા તથા સાવરકુંડલા મણીનગર મસ્જીદ પાસે , અલસીફા નામનું ગેરકાયદેસર દવાખાનુ / કલીનિક ચલાવતા હોય જે અન્વયે સદર જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી , તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઈસમોને એલોપેથીક દવાઓ , દવાની બોટલો , ઇન્જેકશન તથા સિરપની બોટલો – ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપીઓ – ( ૧ ) નિલેશભાઇ સુર્યકાંતભાઇ મહેતા , ઉ.વ .૪૯ , ધંધો – ડોકટર , રહે.સલડી હવેલી શેરી , તા.લીલીયા , જી.અમરેલી ( ૨ ) નિતીભાઇ ડાયાભાઇ પંડ્યા , ઉ.વ .૫૨ , ધંધો – ડોકટર રહે.અમરેલી , લીલીયા રોડ રેલ્વે ફાટક પાસે , તા.જી.અમરેલી ( ૩ ) રફીકભાઇ વલીમહમદભાઇ જાદવ , ઉં.વ .૪૭ ધંધો – ડોકટર , રહે.સાવરકુંડલા , મણીનગર મસ્જીદ પાછળ , તા.સાવરકુંડલા , જી.અમરેલી

કબ્જે કરેલ મુદ્દામાલ – મજકુર પકડાયેલ ઈસમ ( ૧ ) નિલેશભાઇ સુર્યકાંતભાઇ મહેતા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નંગ -૫૪ કિ.રૂા .૧૦,૪૩૬ / -ના મુદ્દામાલ સાથે તથા ( ૨ ) નિતીભાઇ ડાયાભાઇ પંડ્યા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નંગ -૬૨ કિ.રૂા .૨૨,૭૦૩ / – ના મુદ્દામાલ સાથે ( 3 ) રફીકભાઇ વલીમહમદભાઇ જાદવ પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નંગ -૧૯ કિ.રૂા .૫,૨૮૧ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે , અને ત્રણેય ઈસમો વિરૂધ્ધ ગુનાઓ રજી . કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે લીલીયા તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ શ્રી એ.એમ. પટેલ પોલીસ ઈન્સપેક્ટર , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા શ્રી જે.કે.મોરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર , એસ.ઓ.જી.શાખા , તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા ત્રણ બોગસ ડોક્ટરોને એલોપેથીક દવાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/