fbpx
અમરેલી

અમરેલી આરટીઓ અને જિલ્લા પોલીસ દ્વારા આયોજિત માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

કેન્દ્ર અને રાજ્ય  સરકાર દ્વારા આયોજિત માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ આજરોજ અમરેલી ખાતે કરવામાં આવ્યો હતો. અમરેલી રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આર ટી ઓ) અને જિલ્લા પોલીસના સહયોગથી યોજવામાં આવેલા આ કાર્યક્રમ આગામી તા.૧૭ જાન્યુઆરી, ૨૩ સુધી રહેશે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ દ્વારા અમરેલી સ્થિત સેન્ટ મેરી સ્કૂલ ખાતે રોડ સેફટી સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત માર્ગ સલામતિ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા માર્ગ સલામતી માટેનું માર્ગદર્શન આપ્યું હતું.

મહત્વનું છે કે, માર્ગ સલામતિ એ સંવેદનશીલ બાબત છે, જે સમાજના દરેક વર્ગ અને લોકોને સ્પર્શે છે. લોકોમાં માર્ગ સલામતી બાબતે જનજાગૃતિ આવે  તે આવશ્યક છે. વાહન ચલાવતા નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તે અને તે નિયમો અંગે ભાવિ પેઢીના નાગરિકોને માહિતગાર અને જાગૃત્ત કરવાના હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી,  ડિવિઝનલ કનટ્રોલરશ્રી, ૧૦૮ સેવાના અધિકારીઓશ્રી, તેમજ આરટીઓ અને પોલીસના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત સ્કૂલના બેન્ડ દ્વારા મહેમાનશ્રીઓને આવકારવામાં આવ્યા હતા. બાળાઓ દ્વારા સાંસ્કૃત્તિક કૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી લતાબેન ઉપાધ્યાય દ્વારા પણ રોડ સેફટી અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરટીઓ ઇન્સ્પેક્ટર પંકજ પઢિયાર દ્વારા રોડ સેફટી વિશે સમજ આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/