પ્રજાસત્તાક દિને અમરેલી જીલ્લા ના ચાર હોમગાર્ડ જવાનો ને મુખ્યમંત્રી મેડલ એનાયત કરાશે
અમરેલી જીલ્લા હોમગાર્ડઝ ના ચાર જવાનો ને તેઓની લાંબી અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રજાસત્તાક દીને ગૌરવવંતો મુખ્યમંત્રી મેડલ એનાયત કરવામાં આવશે. અમરેલી જીલ્લા હોમગાર્ડ ના જવાનો કાયદો અને વ્યવસ્થા જાળવણી માં પોતાની ફરજો અદાકરી, તાલીમ, ઉચ્ચ કોટી ની ડિસીપ્લીન, ફરજ પ્રત્યે નિષ્ઠા માટે આગવું સ્થાન ધરાવે છે જીલ્લા કમાન્ડન્ટ અશોક જોષી ના નેતૃત્વ માં જવાનો પોલીસ સાથે ખભેખભો મીલાવી ફરજ બજાવી રહ્યા છે.
કુદરતી હોય કે માનવ સર્જીત તમામ આફતો ના સમયે હોમગાર્ડ જવાનો સમાજ માં સેતુરૂપ કામગીરી કરી રહ્યા છે ત્યારે લાંબી અને ઉત્કૃષ્ટ કામગીરી ને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગૌરવવંતો મુખ્યમંત્રી મેડલ જાહેર કરવામાં આવતા અમરેલી જીલ્લાના રાજુભાઈ ભટ્ટ પ્લાટુંન સાર્જન્ટ ખાંભા, વિમલભાઈ મારવાડી કંપની કવાર્ટર માસ્ટર અમરેલી, કાર્તિકભાઈ ભટ્ટ ઓફિસર કમાન્ડિંગ લાઠી, રોહિતભાઈ મહેતા સ્ટાફ ઓફિસર ના મેડલ માટે નામ જાહેર કરવામાં આવતા અમરેલી જીલ્લા નું ગૌરવ વધારવા બદલ ચારેય મેડલ મેળવનાર જવાનો તથા જીલ્લા કમાન્ડન્ટ અશોક જોષી ને સ્ટાફ ઓફિસર પબ્લિસિટી અમીતગીરી ગોસ્વામી દ્વારા અમરેલી જીલ્લા નું નામ રોશન કરવા બદલ જીલ્લા ના તમામ હોમગાર્ડ જવાનો વતી શુભેચ્છા પાઠવી હતી તેમ સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમીતગીરી ગોસ્વામીની યાદી જણાવેલ છે.
Recent Comments