fbpx
અમરેલી

આજીવન કેદની સજા ભોગવતા અને જામીન પરથી નાસતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગઇ તારીખ ૧૦/૦૩/૨૦૧૪ ના રોજ મહેશભાઇ મોહનભાઇ દવે રહે.ધારી , મધુવન સોસાયટી વાળાએ ફરીયાદી પ્રકાશભાઇ ભવાનીશંકર રવૈયા , રહે.ભાવનગર , દેસાઇનગર વાળાના બનેવી અશોકભાઇ તથા બહેન હર્ષાબેનને ફોન કરી હીસાબ કરવા ધારી બોલાવી , મીરા ગેસ્ટ હાઉસમાં અશોકભાઇને લોખંડની સાંકળ વડે ગળા ફાસો આપી મોત નિપજાવી , તેમજ હર્ષાબેનને તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવી ગુનો કરેલ હોય , જે અંગે પ્રકાશભાઇ ભવાનીશંકર રવૈયા , રહે.ભાવનગર , દેસાઇનગર વાળાએ ફરીયાદ જાહેર કરતા આરોપી મહેશભાઇ મોહનભાઇ દવે રહે.ધારી , મધુવન સોસાયટી વાળા વિરૂધ્ધ ધારી પોલીસ સ્ટેશન ફ . ગુ.ર.નં. ૧૪/૨૦૧૪ , ઇ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગઇ તા .૧૦ / ૦૩ / ૨૦૧૪ નાં રોજ ગુનો રજી . થયેલ . જે કેસમાં નામ.રાજુલા એડી . સેશન્સ કોર્ટ દ્વારા આરોપી મહેશભાઇ મોહનભાઇ દવેને કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા કરવામાં આવેલ .

આરોપી મહેશભાઇ મોહનભાઇ દવે રહે.ધારી વાળો રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ હતો તે દરમ્યાન નામ.ગુજરાત હાઇકોર્ટમાંથી દિન -૩૧ વચગાળાની જામીન રજા મળતાં તે રજા ઉપર જેલમાંથી મુક્ત થયા બાદ તા .૨૬ / ૧૧ / ૨૧ ના રોજ રાજકોટ મધ્યાસ્થ જેલમાં હાજર થવાનું હતુ પરંતુ તે જેલમાં હાજર થયેલ નહીં અને ફરાર થઇ ગયેલ . આમ , પકડાયેલ આરોપી છેલ્લાં એક વર્ષથી નાસતો ફરતો હતો .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ .

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા વચગાળાની જામીન રજા પરથી એક વર્ષથી વચગાળાની રજા પરથી નાસતા ફરતા પાકા કામના કેદીને આજ રોજ તા .૨૨ / ૦૧ / ૨૦૨૩ ના અમદાવાદ થી ઝડપી લઇ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપેલ છે .

પકડાયેલ કેદી : મહેશભાઇ મોહનભાઇ દવે ઉ.વ .૫૯ , રહે . ધારી , સ્ટેશન પ્લોટ રોડ , તા.ધારી , જિ.અમરેલી હાલ રહે . અમદાવાદ , નવા નરોડા , શ્યામકુટીર એપાર્ટમેન્ટ , જિ.અમદાવાદ ,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ.સુખદેવભાઇ ગોંડલીયા તથા પો.કોન્સ . ભાવીનગીરી ગૌસ્વામી , શિવરાજભાઇ વાળા , નિકુલસિંહ રાઠોડ , તુષારભાઇ પાંચાણી , હરેશભાઇ કુંવરદાસ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/