નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા અમરેલી ખાતે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી સંપન્ન
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર અમરેલી કચેરી દ્વારા અને ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ મહિલા મંડળનાં સહયોગથી “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી અમરેલી શ્યામવાડી ખાતે કરવામાં આવી હતી.
નહેરુ યુવા કેન્દ્ર અમરેલી કચેરીના શ્રી પ્રવીણ જેઠવા દ્વારા વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. કચેરીમાં ૨૪ NYV યુવાઓની ભરતી કરવાની હોય, બહેનોને ઓનલાઇન અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. યુવા પ્રવૃત્તિઓની કામગીરી વિશે ચિત્તાર આપી તેમણે આ કામગીરીમાં જોડાવા માટે અનુરોધ કર્યો હોત.
મહિલા મંડળના મંત્રીશ્રી વૈશાલીબેન ચૌહાણ દ્વારા બહેનોને રોજગારલક્ષી પ્રવૃત્તિઓ વિશે જણાવી સ્વનિર્ભર થવા માટે પ્રોત્સાહન પૂરો પાડ્યો હતો. સહમંત્રી મહિલા મંડળના શ્રી સોનલબેન પોરિયાએ દ્વારા ભારતીય ઈતિહાસની વીરાંગનાઓના પાત્રોની વેશભૂષા સ્પર્ધાનું સંચાલન કર્યુ હતુ. વિજેતાઓને નહેરુ યુવા કેન્દ્ર તરફથી ઇનામો આપવામાં આવ્યા હતા. બહેનોને ૧ મીનિટ કાર્યક્રમ અંતર્ગત વિવિધ રમતો રમાડવામાં આવ્યા હતા અને વિજેતાઓને મહિલા મંડળ તરફથી પુરસ્કાર આપવામાં આવી હતી, તેમ નહેરુ યુવા કેન્દ્ર, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments