fbpx
અમરેલી

e-FIR દ્વારા દાખલ થયેલ ચોરી ના ગુનામાં એક ઈસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી , વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવું ન પડે , અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e – FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે , જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી , ગુજરાત રાજય , ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e – FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે .

ગુનાની વિગતઃ ગઇ તા .૨૬ / ૨ / ૨૦૨૩ ના રોજ કમલસિંહ આજુદ્દી નિષાદ , ઉ.વ .૩૮ , રહે.સાવરકુંડલા , જેસર રોડ , તા.સાવરકુંડલા , જિ.અમરેલી મુળ રહે.જિગ્ના , તા.સિકંદરા જિ.કાનપુર ( ઉત્તરપ્રદેશ ) વાળા સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે પાણી પુરી વેચવા માટે ગયેલ હોય , તે દરમ્યાન પોતાનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ .૧૨,૪૯૯ / – નો ખીચામાં રાખેલ હોય , જે મોબાઇલ ફોનની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયેલ હોય , જે અંગે કમલસિંહ દ્વારા S – FIR કરાવેલ હોય , જે e – FIR અંગે ખરાઇ કરી , તેના પરથી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૩૨૩૦૦૬૧ / ૨૦૨૩ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી . કરવામાં આવેલ .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા e – FIR દ્વારા દાખલ થયેલ અનીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા e – FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી , નાગરિકોના ચોરાયેલ વાહન , મોબાઇલ ફોન તેમને પાછા મળે , તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ .

ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઇ કાલ તા .૦૯ / ૦૩ / ૨૦૨૩ નાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સાવરકુંડલા તાલુકાના ધજડી ગામના બસ સ્ટેન્ડથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા , પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ અરવિંદભાઇ ભીખાભાઇ પાંચાણી , ઉ.વ .૩૮ , રહે.ધજડી , તા.સાવરકુંડલા , જિ.અમરેલી .

રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ એક VIVO કંપનીનો Y16 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ .૧૨,૪૯૯ / – નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા , યુવરાજસિંહ રાઠોડ , ઘનશ્યામભાઇ મકવાણા તથા પો.કોન્સ . તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/