સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આંખની હોસ્પિટલ પાસે આવેલ એ નમેલો વીજપોલ ગતરોજ સીધો થયો.

સાવરકુંડલા હાથસણી રોડ પર આંખની હોસ્પિટલ સામે આવેલ એક ઈલેકટ્રીક વીજપોલ નમી ગયેલો એવાં સમાચાર સાવરકુંડલા શહેરનાં સિનિયર પત્રકાર બિપીનભાઈ પાંધી દ્વારા આ પ્રશ્ર્નને અખબારી વાચા આપવામાં આવેલ. આ સંદર્ભે સાવરકુંડલા સલંગ્ન તંત્રે સંજ્ઞાન લઈને ગતરોજ હાથસણી રોડ પર આંખની હોસ્પિટલ પાસે આવેલ એ ઈલેકટ્રીક વીજ પોલને ફરી પાછો નેવું ડ્રીગીએ સીધો કરી મૂળસ્થિતિમાં ઉભો કરી એ નમેલા વીજપોલને ટટ્ટાર કર્યો છે.
આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા પતિ સદસ્ય શ્રી આલ કરસનભાઈ.બી એ પણ અંગત રસ લઇને આ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. આમ તો બદલતાં જતાં મોસમીય પરિવર્તનો અને કમોસમી માવઠા અને પવનની સંભાવનાઓ વચ્ચે આવા જાહેર સેવાના કાર્યો થતાં રહે તો લોકોને પણ ઘણી રાહત મળે.
એ નમેલો વીજપોલ કોઈ દુર્ઘટના સર્જવાની સંભાવના પણ સર્જી શકે એટલે સાવધાની એ જ શ્રેષ્ઠ વિકલ્પના સૂત્રે તેને સીધો કરતાં આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તથા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.આમ પણ અખબારી પ્રતિનિધિએ શહેરની કોઈ પણ સળગતી સમસ્યાને વાચા આપવા સતત કટિબદ્ધ રહેવું પડતું હોય છે.
Recent Comments