fbpx
અમરેલી

વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા ચકલીના માળાનું આગમન

સાવરકુંડલા સ્થિત વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા આવતીકાલે વિશ્ર્વ ચકલી દિન નિમિત્તે ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળાનું જાહેર વિતરણ કરવામાં આવશે. આજરોજ ચકલીના માળા આવી ગયા છે અને આ સંદર્ભે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા તનતોડ મહેનત કરવાનો દસ્તાવેજી પુરાવો પણ પ્રસ્તુત તસવીરમાં જોવા મળે છે. આ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના આ સમયમાં પ્રકૃતિ અને પ્રકૃતિ સંલગ્ન તમામ પાસાઓ વિશે ગંભીરતાથી ચિંતન કરવાનો સમય આવી ચૂક્યો છે. આમ તો ચકલી એ એક નિર્દોષ ઘર આંગણાનું પક્ષી છે જે સાંપ્રત સમયમાં લૂપ્ત થતી જોવા મળે છે.

તો ચાલો સૌ સાથે મળીને આ લૂપ્ત થતાં નિર્દોષ પક્ષીને બચાવવા માટે નમ્ર પ્રયાસ કરીએ. જેમણે ચકલીના માળા જોતા હોય તેમણે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની હેલ્પ લાઈન મો. ૯૦૯૯૦૫૮૧૫૮ પર પોતાનું નામ ગામ એડ્રેસ અને મોબાઇલ નંબર લખીને વોટ્સએપ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવું આપને ચકલીના માળા નિશુલ્ક પહોંચાડવામાં આવશે. ટ્રસ્ટ આર્થિક સહયોગી થનાર તમામ દાતાશ્રીઓનો હાર્દિક આભાર પણ માને છે. એમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/