fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં ગુજકેટ-૨૦૨૩ની પરીક્ષા, ગેરરીતિઓ અટકાવવા જાહેરનામું

અમરેલી જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આગામી તા. ૦૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ ગુજકેટ-૨૦૨૩ પરીક્ષા જિલ્લાના ૦૯ કેન્દ્રો પર લેવામાં આવશે.  વિદ્યાર્થીઓ, ગુજકેટ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી શકે તેવા હેતુથી નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા  અમરેલી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પારદર્શીપણા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક બાબતો થઈ શકશે નહિ. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઈયર ફોન, કેમેરા, લેપટોપ જેવા સાધનો લઇ જવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવાં પર પ્રતિબંધ છે. પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત્ત વ્યક્તિ સિવાય અનઅધિકૃત્ત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થી કે તેના સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારી તેઓના મોબાઈલ પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જઈ શકશે નહીં.

આ ઉપરાંત કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં, પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ વસ્તુ ઈલેક્ટ્રોનિક આઈટમ/પુસ્તક, કાપલીઓ, મોબાઈલ ફોન, ઝેરોક્ષ નકલનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં. પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રના સંચાલકોએ શાળામાં ઝેરોક્ષ મશીન, સ્કેનર બાબતે એકરારનામું કરવાનું રહેશે, તેમજ આવા મશીનો સીલ કરીને રાખવાના રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે ખરાઈ કરી અને આ બાબતનું પ્રમાણપત્ર કેન્દ્રના સંચાલક પાસેથી અચૂક મેળવી લેવાનું રહેશે.

આ વિસ્તારમાં જાહેરનામું લાગું હોય ત્યારે ચારથી વધુ લોકોએ એકઠું થવું નહી, પરીક્ષા મથકના કમ્પાઉન્ડની હદથી ૧૦૦ મીટરની હદની અંદર આવેલા જાહેર માર્ગ પર વાહન ઉભું રાખવું નહીં, આ સ્થળોના કમ્પાઉન્ડની અંદર અનઅધિકૃત્ત પ્રવેશ કરવો નહીં. આ હુકમ તા.૦૩ એપ્રિલના રોજ સવારે ૯.૦૦થી સાંજે ૪.૩૦ કલાક સુધી લાગુ પડશે. આ હુકમ પરીક્ષા મથકોમાં પ્રવેશ અંગે વિદ્યાર્થીઓ, ફરજ પરના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, જાહેર માર્ગ પર પસાર થતા વાહનમાં બેસેલા મુસાફરોને લાગુ પડશે નહીં આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજાપાત્ર છે.

જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત્ત કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં આ પરીક્ષા અમરેલી શહેરની કે.કે. પારેખ અને મહેતા વિદ્યાલય, લીલાવતી બિલ્ડીંગ, સિવિલ હૉસ્પિટલ સામે, ટી.પી. એન્ડ એમ.ટી. મ્યુ. ગર્લ્સ હાઈસ્કુલ, નાગનાથ મંદિર પાસે, અમરેલી, જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કુલ, સરદાર સર્કલ, વરસડા રોડ, અમરેલી, દીપક હાઈસ્કુલ, ગાયત્રી મંદિર પાસે ચિત્તલ રોડ, એસ.એસ.અજમેરા, ગર્લ્સ હાઈસ્કુલ, એસ.ટી. સ્ટેશન રોડ, અમરેલી, સેન્ટમેરી હાઈસ્કુલ, વરસડા રોડ, ઓક્સફર્ડ સ્કુલ ઓફ સાયન્સ, કેરીયા રોડ, શ્રી. બી.એન. વિરાણી હાઈ. યુનિટ-૧, પટેલ સંકુલ, ચક્કરગઢ રોડ, શ્રી. બી.એન. વિરાણી હાઈ. યુનીટ-૨, ચક્કરગઢ રોડ, શાળાઓ ખાતે આ પરીક્ષા યોજાશે, ત્યાં આ જાહેરનામું લાગુ પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/