fbpx
અમરેલી

પોલીસ જાપ્તામાથી ફરાર થઈ ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૩૯૫/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (જે) (એન), ૩૭૬(૩) તથા પોકસો એકટ કલમ ૪, ૮, ૧૮ મુજબના ગુનાના આરોપી સવજી ઉર્ફે સંજય છગનભાઇ ગુજરીયા, રહે.ખેરા, તા.રાજુલા વાળો કાચા કામના કેદી તરીકે અમરેલી જિલ્લા જેલ ખાતે હોય, મજકુર કેદીને ગઇ તા.૧૦/૦૧/૨૦૨૩ નાં નામ. રાજુલા કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે મુદ્દતે લાવેલ તે દરમિયાન પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયેલ હોય, જે અંગે રાજુલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૦૧૦/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૨૨૪ મુજબનો ગુનો રજી. થયેલ.

આરોપી સવજી ઉર્ફે સંજય છગનભાઇ ગુજરીયા, રહે.ખેરા, તા.રાજુલા વાળો પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ, છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હતો. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબ નાઓએ નાઓએ

અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ત્રણ માસથી નાસતા ફરતા કાચા કામના કેદીને ગઇ કાલ તા.૩૧/૦૩/૨૦૨૩ નાં રોજ બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે રાજુલાથી પકડી પાડી, આગળની કાર્યવાહી અર્થે રાજુલા પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ છે.

પકડાયેલ કેદી:-

સવજી ઉર્ફે સંજય છગનભાઇ ગુજરીયા, ઉં.વ.૨૨, રહે.ખેરા, તા.રાજુલા, જિ.અમરેલી. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ

અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, તથા પો.કોન્સ. લીલેશભાઇ બાબરીયા, વિનુભાઇ બારૈયા, યુવરાજસિંહ વાળા, ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/