fbpx
અમરેલી

તારીખ ૭ મી મે ના રોજ સાવરકુંડલા શહેરમાં તલાટી મંત્રીની પરીક્ષામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વહીવટી તંત્રનું સુંદર આયોજન, પોલીસ ખરેખર પ્રજાની મિત્ર છે તે બાબત આજે પુરવાર થઈ

અમરેલી જિલ્લામાં તલાટી મંત્રીની પરીક્ષાઓને લઈને તંત્ર સજ્જ બન્યું હોય ત્યારે સાવરકુંડલા શહેરમા પરીક્ષા કેન્દ્ર પરથી વર્ગ ખંડમાં જવાની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જડબેસલાક સલામતી વ્યવસ્થા વચ્ચે પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. અમરેલી જિલ્લાના ૪૮ કેન્દ્રો પરથી ૫૫૦ જેટલા વર્ગ ખંડોમાં ૧૩ હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા સજ્જ થયા હતા ત્યારે સાવરકુંડલા શહેરમાં પણ તલાટી મંત્રીની જાહેર પરીક્ષા સાવરકુંડલાનાં ૧૧ કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને  પરીક્ષા આપવા માટે પરીક્ષા સ્થળે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પ્રવેશ આપવામાં આવેલ. આ વ્યવસ્થા માટે ડી.વાય.એસ.પી. હરેશ વોરા, પી.આઈ., એસ.એમ. સોની, પી.એસ.આઇ. અને પોલીસ કર્મીઓ ફરજ પર તૈનાત હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તે અંગે વહીવટી તંત્ર દ્વારા સુંદર ગોઠવણ કરવામાં આવેલ. અહી નોંધપાત્ર બાબત જોઈએ તો ગીર સોમનાથ જિલ્લાનાં ૩  પરીક્ષાર્થીઓ પાસે ફોટા ન હોય પોલીસ તેમને ૩ કિલોમીટર જીપમાં બેસાડી ગામમાં ફોટા પડાવવા લઈ આવી અને ફોટા પડાવ્યા બાદ પરત સેન્ટર પર મૂકી આવેલ. આ પોલીસ સ્ટાફ ની સરાહનીય કામગીરી ગણાય. તેમજ તંત્ર દ્વારા સારા ગુણ સાથે પરીક્ષાર્થીઓ પોતાના ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/