fbpx
અમરેલી

સાવરકુંડલાના ધારાસભ્ય કસવાલાની કાર્યાલય અટલ ધારા ખાતે આજરોજ શહેરના નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનાં કેમ્પનુ આયોજન કરવામાં આવેલ.

પ્રથમ દિવસે જેની પાસે આવકના દાખલા ન હોય તેમને આવકનો દાખલો પણ વહીવટી તંત્ર દ્વારા કાઢી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને આવતીકાલે  આ આવકના દાખલા ધરાવતાં લોકો માટે આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સાવરકુંડલાના  ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના કાર્યાલય અટલ ધારા ખાતે આયુષ્યમાન કાર્ડનો મેગા કેમ્પ યોજાયો જેમાં માનવ મંદિરના સંત ભક્તિરામબાપુ, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય શ્રી  મહેશભાઈ કસવાળા સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી મેગા કેમ્પનો  શુભારંભ કરાવ્યો. 

કેમ્પમાં નાગરિકોનો ધસારો જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ કે લોકોને સુચારું આયોજન અને સરળ વહીવટીકરણ જોઈએ છે. અને એમાં પણ જો લોકપ્રતિનિધિ લોકોની સાચી નાડ પારખનાર હોય તો વહીવટીતંત્રની સાથે સંકલન કરીને લોકોને વહીવટી સરળતા પ્રદાન કરી શકે છે અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા એ વાતને ખૂબ સુપેરે સમજે પણ છે અને નિભાવી પણ જાણે છે. આમ તો તંદુરસ્ત લોકતંત્ર માટે પણ આમજનતાની આરોગ્ય લક્ષી ચિંતા અને નાગરિકોનું આરોગ્ય કેમ તંદુરસ્ત રહે તે બાબતે અધિકારીઓ અને પદાધિકારીઓ જ્યારે સંપૂર્ણ સતર્ક અને ચિંતિત હોય એ દેશની પ્રગતિને કોઈ રોકી ન શકે. આ મેગા આયુષ્યમાન કાર્ડ કાઢવાના  કેમ્પમાં લોકોએ પણ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

એક વાત પણ સ્પષ્ટ થઈ કે સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા પાસે લોકહિતના કાર્યો કરવા માટે એક અનોખી દ્રષ્ટિ જોવા મળે છે એ બાબતની પ્રતિતિ સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ આ કેમ્પની  રૂબરૂ મુલાકાત લઈને આકલન કરતાં એ નિષ્કર્ષ કાઢવામાં આવેલ કે  ખરાં અર્થમાં સાવરકુંડલાના ધારાસભ્ય નામના જ નહીં પરંતુ કામના પણ છે.લોકોનો એટલો ધસારો રહ્યો કે ખુદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ કબૂલવું પડ્યું કે મને એમ હતું કે મારી કાર્યાલય ખૂબ મોટી છે પરંતુ આ સંખ્યાની તાદાદ જોતાં હવે લાગે છે કે મારી કાર્યાલય ટૂંકી છે.. કહેવાનું તાત્પર્ય એ જ હતું કે લોકોના પાયાના પ્રાણપ્રશ્રનોને હલ કરવાના અભિયાન સંદર્ભે હજુ પણ વિશેષ સુવિધા કેમ ઉપલબ્ધ થાય તે માટે પણ ધારાસભ્ય ખુદ પોતે ચિંતિત અને પ્રયત્નશીલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/