fbpx
અમરેલી

જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતીની સાથે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરુ છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો હવે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેમાં ખેડૂતો બાગાયતી પાકોનું પણ વાવેતર કરી રહ્યા છે.

અમરેલી જિલ્લામાં સંકલિત બાગાયત વિકાસ યોજના અને નેશનલ હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં બાગાયત પાક સહાય વિવિધ ઘટકમાં કુલ મળીને રૂ. ૪,૧૯,૨૦,૮૨૩ સહાયની ચૂકવણી ખેડૂતોને કરવામાં આવી છે. સરકારની સહાય થકી જિલ્લાના ૧૧ તાલુકાના કુલ મળીને ૩૬૬૮ લાભાર્થીઓ લાભાન્વિત થયા છે. જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) વાવેતર સહાય કાર્યક્રમ, જુના બગીચા નવીનીકરણ, મસાલા પાક, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, કેળ (ટીસ્યુ), ઘનિષ્ઠ ખેતીથી વાવેતર કરવામાં આવેલ ફળ પાકો જેમ કે, આંબા, જામફળ વગેરે માટે સહાય, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરિયલ્સમાં સહાય, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, નારિયેળી વાવેતર વિસ્તાર સહાય સહિતના ઘટકમાં સહાય પ્રાપ્ત કરી છે.

અમરેલી  નાયબ બાગાયત નિયામક શ્રી જયરાજસિંહ વાળાએ જણાવ્યુ કે,  રાજ્ય સરકારની બાગાયત પાક સહાયની વિવિધ યોજનાઓ થકી જિલ્લામાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન મળ્યુ છે અને વાવેતર વિસ્તારમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લાના બાગાયતી ખેતી કરતા અમરેલી તાલુકાના ૨૫૯ લાભાર્થીને કુલ રૂ. ૧૯,૨૭,૭૦૫, અમરેલી શહેરના ૧૩૬ લાભાર્થીને કુલ રૂ. ૩,૭૧,૪૦૦, કુંકાવાવ-વડીયા તાલુકાના ૮૦૩ લાભાર્થીને કુલ રૂ. ૬૫,૭૯,૧૯૦, ખાંભા તાલુકાના ૨૧૫ લાભાર્થીઓને કુલ રૂ. ૪૨,૩૯,૨૯૬, જાફરાબાદ તાલુકાના ૭૨ લાભાર્થીઓને કુલ રૂ. ૧૨,૫૬,૧૮૧, ધારી તાલુકાના ૫૪૩ લાભાર્થીને કુલ રૂ. ૧,૧૩,૩૯,૬૧૭, બગસરા તાલુકાના ૨૭૭ લાભાર્થીને રૂ. ૨૭,૬૪,૪૯૨, બાબરા તાલુકાના ૨૫૧ લાભાર્થીને રૂ. ૨૨,૪૬,૫૬૩, રાજુલા તાલુકાના ૧૪૬ લાભાર્થીને રૂ.૩૦,૯૮,૯૩૯, લાઠી તાલુકાના ૧૩૫ લાભાર્થીને રૂ.૨૧,૮૨,૫૧૭, લીલીયા તાલુકાના ૬૩ લાભાર્થીને રૂ. ૨,૦૬,૫૬૪, સાવરકુંડલા તાલુકાના ૩૦૬ લાભાર્થીને રૂ. ૫૭,૦૮,૩૫૯ આમ કુલ મળીને રૂ. ૪,૧૯,૨૦,૮૨૩ સહાય રકમની ચૂકવણી કરવામાં આવી છે.    

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/