કોમર્સ કોલેજ – અમરેલીમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ. કોલેજ સર્કલ થી ફોરવર્ડ સર્કલ સુધી રેલીનું આયોજન.
અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે કે પારેખ કોમર્સ કોલેજમાં તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ “વિશ્વ સિંહ દિવસ” નિમિત્તે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રા.જે.એમ.તળાવીયાએ સિંહ અંગેની જાણકારી અને તેના મહત્વ વિશે માહિતી આપી હતી. આ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ અને કર્મચારીગણ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કોલેજ સર્કલ થી ફોરવર્ડ સર્કલ સુધી ગઈ હતી.વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રેલીમાં ભાગ લીધો હતો અને ‘ સિંહ બચાવો પર્યાવરણ બચાવો ‘ અને ‘ સિંહ અમારું ગૌરવ છે – સિંહ અમારો મિત્ર છે. ‘ જેવા નારાઓ લગાવ્યા હતા. અધ્યાપકૉએ પણ રેલીમાં ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રેલી પૂર્વે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ એમ પટેલે સિંહ દિવસ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવી હતી. રેલી નું આયોજન એન.એસ.એસ અને એન.સી.સી વિભાગ દ્વારા આવ્યો હતું. રેલીને સફળ બનાવવા માટે એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. જે.એમ. તળાવીયા, પ્રા.એ.બી ગોરવાડીયા અને એન.સી.સી. ઓફિસર પ્રા. વિલ્સન વસાવાએ જહેમત ઉઠાવી હતી તેમ આઈ.ક્યુ.એ.સી.ના કો-ઓર્ડીનેટર પ્રા. ભારતીબેનબે ફીણવિયાએ જણાવ્યું હતું.
Recent Comments