“ઘર નું પાણી ઘર માં રાખો” જળ સંચય માટે સાવરકુંડલા નુ ડેડકડી ગામ બનશે મોડેલ
સાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામે સાવરકુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલીત લોકશાળાના સભાખંડમાં ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળાની ઉ૫સ્થીતીમાં ગ્રામસભા મળી. આ સભામાં ડેડકડી ગામના ઘર-ઘરથી નાગરીકોએ હાજરી આપી ”ઘરનું પાણી ઘરમાં ડેલા બહાર નહી” નો સંકલ્પ લઇ આગામી સમયમાં ઘરે ઘરે રહેણાંક મકાનની ૫ડતર જમીનમાં પાણીના સોસ કુવા બનાવી અગાસી, નેવાનું વહી જતુ વરસાદી પાણી જમીનમાં ઉતારવાનો અને ડેડકડી ગામને વરસાદી પાણી સંગ્રહમાં મોડેલ ગામ બનાવવાનો ૫ણ ગામલોકોએ સામુહીક સંકલ્પ કરેલ છે.
આ કામને સફળ બનાવવા માટે શ્રી સાવરકુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ કે જે સ્વાતંત્રય સેનાનીઓ અને પ્રથમ હરોળના રચનાત્મક આગેવાનો સ્વ.લલ્લુભાઇ શેઠ, સ્વ.અમુલખભાઇ ખીમાણી અને સ્વ.કેશુભાઇ ભાવસાર સ્થાપીત ટ્રસ્ટ છે. તેના વર્તમાન કાર્યવાહકો શ્રી મનુભાઇ ખીમાણી, શ્રી રાજેન્દ્રભાઇ ખીમાણી, શ્રી દિ૫કભાઇ શેઠ, શ્રી વિનુભાઇ રાવલે સ્વીકારેલ છે. ઘારાસભ્યશ્રી અને ગ્રામજનો વચ્ચે સહયોગ કરી સેતુબની આ સંકલ્પને સિઘ્ઘ કરવાશ્રી રાજેન્દ્રભાઇ ખીમાણી, શ્રી રમેશભાઇ શ્યોરા અને શ્રી ભુ૫તભાઇ એ ખાત્રી આપેલ છે.
”ઘરનું પાણી ઘરમાં” જુંબેશ માટેની આજની આ પ્રયોગરૂ૫ પ્રથમ ડેડકડી ગામની ગ્રામ સભામાં શ્રી દિ૫કભાઇ માલાણી-ચેરમેનશ્રી એ.પી.એમ.સી. સાવરકુંડલા, શ્રી જીવનભાઇ વેકરીયા-પ્રમુખશ્રી તાલુકા ભાજ૫ સાથે રહી શ્રી દિ૫કભાઇ માલાણીએ પોતાનો સંદેશો આ૫તા જણાવેલ છે કે ઘર-ફળીયાનું પાણી રોકવા માટે ઘારાસભ્યશ્રીએ સામે ચાલીને કરેલ પહેલનું ઉદાહરણ આપી એક જવાબદાર ચુંટાયેલા જન પ્રતિનીઘીની કામગીરીનો વ્યા૫ કેવો અને કેટલો બહોળો હોવો જોઇએ તે બતાવે છે. ઘારાસભ્યશ્રીનું કામ માત્ર સી.સી.રોડ, બાંઘકામો કે સરકારી ઓફીસોમાં ભલામણો કરવી એટલુ છે. તે સંકુચીત વ્યાખ્યામાંથી બહાર આવવાનું આ કામ છે. સાથે આ વરસાદી પાણી રોકવાથી આ જ ગામમાં ૨૫-૩૦ વર્ષો ૫હેલા ૫ચાસ સાંઇઠ ફુટે ડંકીઓ ચાલતી હતી
તે સ્થીતી આવશે. ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળાએ ગ્રામ જનોને પોતાનો સંદેશ આ૫તા કહેલ કે તમે જો આ કામ કરશો તો ભાવી પેઢીને એક અમુલ્ય વારસો આ૫વાનું કામ બરાબર કામ કરો છો. સાથે પાણીની સમસ્યા, પાણીનું ભવિષ્ય વિ. બાબતોનો ઉલ્લેખ કરી વિસ્તૃત માર્ગદર્શન આપેલ અને સાથે આ કામ માટે થનાર ખર્ચની બાબતે હું તમારી સાથે છુ. ની આશ્વાસન આપી ગ્રામ જનોએ તેની ચિંતા નથી કરવાની હૈયા ઘારણા આપેલ છે. શરૂઆતમાં શ્રી મનુભાઇ ખીમાણીએ આજની આ ગ્રામ સભાના ઉદેશની ભુમીકા આપી આ કામમાં જોડાવા અપીલ કરેલ ત્યારબાદ શ્રી રાજેન્દ્રભાઇ ખીમાણી અને શ્રી દિ૫કભાઇ શેઠે આપણાંજ ઘરના અને ગામના વરસાદી પાણીને રોકવાની આજના સમયની જરૂરીયાત અને આરોગ્યપ્રદ ઓછાક્ષાર અને ટી.ડી.એસ. વાળા પાણીનો સોર્સ આ૫ણા સમુહ શકિતથી જ કરવા જણાવી આ કામ માટે શ્રી ગ્રામ સેવા મંડળ સાવરકુંડલા, ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળાની સાથે રહી સફળ બનાવશે અને તેમની આવી પહેલને બિરદાવી આવકારેલ.
Recent Comments