રાજુલા જાફરાબાદના ઔદ્યોગિક વિસ્તારમાં સફાઈ અભિયાન : સ્વચ્છતા માટે સજાગ રહેવા લીધા શપથ
અમરેલી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવંતુ બન્યું છે. આજે ખાસ રાજુલા-જાફરાબાદ તાલુકામાં ઔદ્યોગિક વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી.રાજુલામાં પીપાવાવ પોર્ટ તથા કોવાયા ખાતેની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં ઉપરાંત જાફરાબાદ તાલુકાની નર્મદા સિમેન્ટ કંપનીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ સાથે નાગરિકોએ સ્વચ્છતા માટે સજાગ રહેવા શપથ લીધા હતા.રાજુલા જાફરાબાદ સબ ડિવિઝનમાં પ્રાંત અધિકારી ડૉ.મેહુલકુમાર બરાસરાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાનને સફળ બનાવવા માટે જરુરી આયોજન કરવામાં આવ્યું છે, તે મુજબ સફાઈ કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જાહેર સ્થળોએ સફાઈ ઉપરાંત સ્વચ્છતા માટે વ્યાપક જનજાગૃત્તિ કેળવાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Recent Comments