ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ
બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ સહાય મેળવવા http://ikhedut.gujarat.gov.in પર તા.૦૧.૧૦.૨૦૨૪ થી તા.૧૫.૧૦.૨૦૨૪ સુધીમાં ઓન લાઇન અરજી કરવી.વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માંગતા અમરેલી જિલ્લાના ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી જરુરી સાધનિક પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ પર મોકલવી અરજી કરતી વખતે ખેડૂત ખાતેદારે ૭-૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા જરુરી છે, તેમ અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments