મુખ્યમંત્રી દ્વારા અમરેલી અને કુંકાવાવ તાલુકાના 13 ગામોના પંચાયત હસ્તકના રસ્તાઓ અને સુવિધાપથના કુલ રૂપિયા 13 કરોડ 50 લાખના વિકાસકામોને મંજૂરી મળી.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના જાગૃત ધારાસભ્ય કૌશિક વેકરિયા રાજ્ય સરકારને જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટેની રજૂઆતો સતત ભારપૂર્વક કરતા આવ્યા છે. જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ અને સુવિધાપથના વિવિઘ ગામોના વિકાસકામો બાબતે ધારાસભ્યશ્રીએ રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા રાજયના મુખ્યમંત્રીશ્રી દ્વારા કુલ 13 ગામનાં 13 કરોડ 50 લાખના કામોને મંજૂરી આપી દીધી છે.જેમાં ગીરીયાપરા એપ્રોચ રોડ 2 કરોડ, કેરીયાચાડ એપ્રોચ રોડ 40 લાખ, શંભુપરા એપ્રોચ સુવિદ્યાપથ 30 લાખ, સોનારીયા સુવિધાપથ 45 લાખ, જાળીયા સુવિધાપથ 2કરોડ 10 લાખ, મેડી સુવિધાપથ 85 લાખ, તરવડા સુવિધાપથ 90 લાખ,બાબાપુર સુવિધાપથ 1 કરોડ 95લાખ, સરંભડા વિલેજ પોર્શન 60 લાખ, મોટા માંડવા વિલેજ પોર્શન 55 લાખ,પ્રતાપપરા એપ્રોચ રોડ 2 કરોડ 30 લાખ,ખજુરી રણુજાધામ રોડ 25 લાખ, અને ખજુરી પ્રાથમિક શાળાથી મેઘાપીપળીયા રોડ સુઘી રોડ 85 લાખ એમ કુલ 13 કામો મળીને રૂપિયા 13 કરોડ 50 લાખના કામો મંજૂર કરવામાં આવેલ છે.આમ ઉપર મુજબના ગામોને સ્પર્શતા રસ્તાને લગતા કામો મંજૂર થવાથી આગામી દિવસોમાં આ કામો ત્વરિત હાથ ધરી પૂર્ણ કરવામાં આવશે. એમ કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
Recent Comments