fbpx
અમરેલી

અમરેલીના રાજુલા તાલુકાના એક શિક્ષકે રક્તદાનની અડધી સદી ફટકારી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની એક પ્રાથમિક શાળાના શિક્ષક રક્તદાનની અડધી સદી ફટકારી ચૂક્યા છે, તેઓ કહે છે કે, આપણા રક્તથી અન્યને જીવન મળતું હોય તો તેનાથી બીજું શું રુડું હોઈ શકે ?વર્ષ-૨૦૦૧ શિક્ષક તરીકે સેવારત ચારોડીયા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સંજયભાઈ મકવાણા અત્યાર સુધીમાં ૫૦ વખત રક્તદાન કરી ચૂક્યા છે. હજુ પણ તેઓ તેમની દર ત્રણ મહિને એક વખત રક્તદાન કરવાની નેમ છે.સંજયભાઈ કહે છે કે, આપણું શરીર કુદરતની અનન્ય રચના છે, આપણા બોડીમાં આશરે ૫ લીટર લોહી હોય છે, જે હૃદય મારફત શરીરના વિવિધ અંગો સુધી ઓક્સિજન પહોંચાડે છે. ઉપરાંત હજુ સુધી રક્ત એટલે કે લોહીનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી થયો. એટલે માનવ લોહીની હંમેશ માટે જરુરિયાત રહે છે.

થેલેસેમિયાના દર્દીઓને સમયાંતરે નવું લોહી ચડાવવું પડતું હોય છેઆ ઉપરાંત પણ ઘણા દર્દીઓને લોહીની જરુરિયાત રહેતી હોય છે. જે એક માનવ જ પૂર્ણ કરી શકે છે. સ્વસ્થ અને નિરોગી લોકોને એક આશીર્વાદ પ્રાપ્ત છે કેતેઓ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે. રક્તદાનથી આપણા શરીરને કોઈ અસર થતી નથી. ત્યારે નિરોગી લોકોએ અચૂક રક્તદાન કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કેલોકોને મદદરુપ થવાથી એક આત્મસંતોષનો ભાવ જાગવાની સાથે એક અનેરો આનંદ પ્રાપ્ત થાય છે.

શ્રી સંજયભાઈ મકવાણા સ્વૈચ્છિક રક્તદાન દિવસની શુભકામનાઓ પાઠવતા લોકોને અચૂક રક્તદાન કરવા માટે અનુરોધ કરતા કહે છે કે, કુદરતી રીતે જ નવું લોહી શરીરની અંદર બને છે. જે નવી સ્ફૂર્તિ પણ આપે છે. શિક્ષણ અને સમાજ ઉત્કર્ષ માટે આગવો અભિગમ ધરાવતા શ્રી સંજયભાઈ મકવાણાને ગુજરાત સરકારે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિકથી નવાજ્યા છે.ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા celebrating 20 years of giving : thank you, blood donors થીમ સાથે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/