જાફરાબાદના લુણસાપુર સ્થિત સિન્ટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા સાફ સફાઈનું આયોજન : કર્મચારી સહિત સફાઈ કામદારો જોડાયા
તા.૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત જાફરાબાદના લુણસાપુર સ્થિત સિન્ટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતુ. સફાઈ અભિયાનમાં સફાઈ કામદારો સહિત કંપનીના કર્મચારીઓ પણ જોડાયા હતા. ‘સ્વચ્છાગ્રહ’ અંતર્ગત કર્મચારીશ્રીઓએ સ્વચ્છતાના શપથ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલ માટે નાગરિકોને સમજ આપવામાં આવી રહી છે. બાળકોથી લઈને વડીલ સહિત સૌ કોઈ સ્વચ્છતા અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતાલક્ષી વિવિધ સ્પર્ધા, નાટકની પ્રસ્તુતિ થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત્ત કરવામાં આવી રહયા છે. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃત્તિ માટે જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સૌને સહિયારા પ્રયત્ન કરવા અનુરોધ છે. સમગ્ર અમરેલી જિલ્લો સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળો બને, રોગચાળા મુકત બને તે બાબતે સૌને સ્વચ્છાગ્રહી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Recent Comments