સાવરકુંડલા આઇ.સી.ડી.એસ પરિવાર દ્વારા પોષણ માસ ૨૦૨૪ અંતર્ગત ઘટક કક્ષા એ સમાપન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવેલ
સાવરકુંડલા આઇ સી ડી એસ પરિવાર દ્વારા પોષણ માસ ઉજવણી ૨૦૨૪ અંતર્ગત ખાસ સમાપન સમારોહ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, નગરપાલિકા નાં પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા ભાજપ પ્રમુખ જીવન ભાઈ વેકરીયા, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ, જિલ્લા પંચાયતના સદસ્ય પુનાભાઈ ગજેરા, શરદભાઈ ગોદાની, લાલભાઈ મોર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પરસોતમભાઇ ઉમટ હાજર રહી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ને પ્રોત્સાહિત કરેલ હતા. કાર્યક્રમ ની શરૂઆત મહાનુભાવો ના આગમન સાથે કુમકુમ તિલક કરીને બહેનો દ્વારા સમૂહ પ્રાર્થના કરવામાં આવેલ હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવેલ હતો અને આંગણવાડી કાર્યકર બહેનો સેજલબેન અને હંસાબેન દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવેલ હતું.
સાવરકુંડલા ઘટક એક બે નાં સી.ડી.પી.ઓ દક્ષાબેન ભટ્ટ દ્વારા તમામ મહાનુભાવો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ હતું. એન.એન .એમ બ્લોક કો ઓર્ડીનેટર વનિતાબેન રાઠોડ દ્વારા આ કાર્યક્રમ શા માટે તેના ઉદ્દેશ વિશે વાત કરવામાં આવેલ હતી. આંગણવાડી કાર્યકર બહેનો ભૂમિકાબેન બામટા અને સમીનાબેન કપાસી દ્વારા રંગલા રંગલી નું પોષણ જાગૃતિ અંગે નું નાટક રજુ કરવામાં આવેલ હતું. મંચસ્થ તમામ મહાનુભાવો દ્વારા છ માસ પૂર્ણ કરેલ બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવેલ હતુ. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા પોષણ ગરબો રજૂ કરી પોષણ અંગે એક જન જાગૃતિ નો સંદેશ આપેલ હતો. આઈ.સી.ડી.એસ.વિભાગના બ્લોક કો ઓર્ડીનેટર પૂજાબેન દવે દ્વારા તમામ મહાનુભાવો અને બહેનો ને પોષણ શપથ ગ્રહણ કરાવેલ. ત્યારબાદ કાર્યક્રમની આભારવિધિ મલય ભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ મુખ્ય સેવિકા બહેનો અને આઇ.સી.ડી.એસ.સ્ટાફ પરિવાર ની સાથો સાથ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
Recent Comments