ગેજેટમા દર્શાવેલ કાયદાનુ વન વિભાગના અધિકારીઓ મનસ્વી અથૅઘટન કરશે જેને કારણે ગ્રામજનો અને ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થશે – પૂર્વે સાસદ
કેન્દ્ર સરકારના પયાઁવરણ, વન અને જલવાયુ પરીવતૅન મંત્રાલય દ્વારા તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ ગેજેટ પ્રસિધ્ધ કરાયુ છે. ગેજેટમા દર્શાવેલ કાયદાનુ વન વિભાગના અધિકારીઓ મનસ્વી અથૅઘટન કરશે જેને કારણે ગ્રામજનો અને ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થશે – પૂર્વે સાસદ અમરેલીના પૂર્વે સાસદ અને ૧૦૮ તરીકેની ઉપમા ધરાવનાર નેતા શ્રી નારણભાઈ કાછડીયાએ ભારત સરકાર દ્વારા લાગુ કરવામા આવેલ ઈકો સેન્સિટીવ ઝોનના ગેજેટ/કાયદામાં લોકહિત અને ખેડૂત હિત માટે જરૂરી સુધારા/ફેરફાર કરવા બાબતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વન મંત્રી શ્રી મુળુભાઈ બેરાને પત્ર પાઠવી લેખિત રજૂઆત કરેલ છે. પૂર્વે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના પયૉવરણ, વન અને જલવાયુ પરીવતૅન મંત્રાલય દ્વારા ગત તા. ૧૮/૦૯/૨૦૨૪ ના રોજ ઈકો સેન્સિટીવ ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં અમરેલી, ગીરસોમનાથ અને જૂનાગઢ જીલ્લાના કુલ ૧૯૬ ગામ/શહેરનો સમાવેશ થયેલ છે. જેમાથી અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ૨૯, ખાભા તાલુકાના ૩૬ અને સાવરકુંડલા તાલુકાના ૦૭ એમ કુલ ૭૨ ગામોનો સમાવેશ થયેલ છે. આ ત્રણેય તાલુકાઓમાં વનક્ષોત્ર અને ગૈર વનક્ષેત્ર મળી અદાજીત ૭૭,૮૮૨ હેકટર જેટલા વિસ્તારનો ઈકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગેજેટમાં ભિમ ઉપયોગ, કુદરતી જળસ્ત્રોત, પયૅટન, પ્રાકૃતિક વિરાસત, માનવ નિર્મિત વિરાસત સ્થળ, ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ઉદ્યોગો વગેરે જેવા એકમોમાં વિકાસ કાર્યો કરવા માટે વન વિભાગની જરૂરી મજુરી મેળવવી પડશે તેવા દિશાનિર્દેશ જણાવવામાં આવ્યા છે. આ કાયદાનો વન અધિકારીઓ દ્વારા મનસ્વી અથૅઘટન કરવામાં આવશે અને જેના લીધે ઈકો ઝોનમાં સમાવિષ્ટ ગામો, શહેરો, વસાહતોમાં વસવાટ કરતા લોકો અને ખેડૂતોને ખુબ જ મુશ્કેલીઓ પડશે.
ઈકો સેન્સેટીવ ઝોનના લીધે અમરેલી જીલ્લાના ૭૨ ગામોમાં વસવાટ કરતા લોકો અને ખેડૂતોને પોતાની જીવન જરૂરીયાત માટે નાની મોટી તમામ પ્રકારની મજુરીઓ વન વિભાગ પાસે મેળવવાની રહેશે. કોઈએ પોતાની મિલકતમાં બાધકામ કરવું હોય કે બીનખેતી કરવી હોય કે પછી કોઈ નવા વેપાર ધંધા કે ઉદ્યોગો સ્થાપવા હોય તો વન વિભાગના આકરા નિયમોનુ પાલન કરવું પડશે. તેમજ ઈકો ઝોનના લીધે પશુપાલન તેમજ અન્ય રોજગારી આપતા વ્યવસાયો ઉપર પણ તેની પુરેપુરી અસર થવા સંભવ છે. ઉપરાત ઈકો ઝોન વિસ્તારમાં ઈટોના ભઠ્ઠા જેવા અનેક વ્યવસાયો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેની સીધી જ અસર નાના – ગરીબ પરિવારો અને ખેડૂતો ઉપર થશે. ઈકો સેન્સેટીવ ઝોનમાં આવતા ખેતરોમાં ખેડૂતોને કરવાના થતા આર.સી.સી. કામો, માટી કામ, વાહન ખરીદી જેવા તમામ બાબતોમાં પણ તેઓએ વન વિભાગના નિયમોને આધિન મજુરી મેળવવી પડશે જે ખેડૂતો માટે ખૂબ જ નુકશાનકૉ છે.
પૂર્વે સાસદે વધુમાં જણાવ્યુ છે કે, ઈકો સેન્સેટીવ ઝોન લાગુ કરવા બાબતે અમોને કોઈ વિરોધ નથી પરંતુ પર્યાવરણ કે વન્યજીવના સંરક્ષણ માટે લાગુ કરવામાં આવતા કઠોર નિયમોને લીધે આ વિસ્તારના લોકો અને ખેડૂતોને આજીવન નુકશાન થાય તે ન બનવું જોઈએ. આજે ભારત સરકાર અને ગુજરાત સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં અનેકવિધ યોજનાઓ અને રાહત પેકેજો જાહેર કરી રહી છે ત્યારે ઈકો ઝોનના લીધે ખેડૂતોનો વિકાસ ન રૂધાય તે જોવું આપણી નૈતિક ફરજ છે. તેથી ઈકો સેન્સેટીવ ઝોનના કાયદા તેમજ મજુરી પ્રક્રિયામાં સરળતા આવે અને ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારના લોકો અને ખેડૂતોને જીવન જરૂરીયાત માટે વન વિભાગની મજુરી મેળવવાની જરૂર ન પડે તે બાબતે ગેજેટમાં જરૂરી સુધારા વધારા કરવા આગે પૂર્વે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રીશ્રી અને વનમંત્રીશ્રીને પત્ર પાઠવી રજૂઆત કરેલ છે.
Recent Comments