fbpx
ભાવનગર

શ્રોતા વિનાની રામકથાનો વ્યાસપીઠ પરથી શનિવાર થી મંગલ પ્રારંભ થશે

સમગ્ર વિશ્વ અને ભારત પર અચાનક આવી પડેલી મહામારી કોરોનાને કારણે સમગ્ર સૃષ્ટિ અને રાષ્ટ્ર સામેના કપરા અને મૂંઝવણભર્યા કાળમાં સતત ૬૧ દિવસ સુધી પૂજ્ય મોરારીબાપુએ વિશ્વને  “સર્વે ભવન્તુ સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા” કહીને સર્વભૂત હિતાય , સર્વ ભૂત પ્રિતાય અને સર્વભૂત સુખાય હરિકથા- સત્સંગની સરવાણી વહાવી હતી.વિશ્વના અસંખ્ય શ્રાવકોએ આ સત્સંગ શ્રવણનો લાભ લઇ, આવા કપરા સમયે બાપુની કરુણાના સહારે  ઇશ્વર પરની આસ્થાને ટકાવી રાખી હતી. અને એમનાં આશ્વાસનથી આપત્તિ સામે શ્રદ્ધાનું આધ્યાત્મિક અને આત્મિક બળ પ્રાપ્ત કર્યું હતું.હાલમાં, હજુ પણ મહામારીનો કહેર મટ્યો નથી. એટલે પ્રશાસન દ્વારા કોઈ પણ ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધ છે જ. રાષ્ટ્રીય હિત માટે પ્રશાસન દ્વારા જે કોઈ નિર્ણયો જાહેર થાય, તેનો પૂજ્ય બાપુ સાદર સ્વીકાર કરે છે તેમ જ પૂરા રાષ્ટ્રને તેનો સ્વીકાર કરવા વિનમ્ર અનુરોધ પણ કરે છે.હાલના સંજોગોમાં વ્સયાપીઠના શ્રોતાઓની લાગણી અને માગણી છે કે પૂજ્ય બાપુ દ્વારા ફરી રામકથા ગાનનો આરંભ થાય. તેથી વ્યાસપીઠનાં ફ્લાવર્સની લાગણીને સ્વીકારીને પૂજ્ય બાપુએ શનિવાર  ૬ જૂનથી ૧૪ સુધી સવારના 9:30 -12:00  સુધી વ્યાસપીઠનાં નિયમ મુજબ જ નવ દિવસિય રામકથાનો પ્રારંભ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. પૂજ્ય બાપુ દ્વારા ૧૪ વર્ષની ઉંમરે પોતાના જીવનની સૌ પ્રથમ કથા જે સ્થળે કરી હતી, એ ‘ત્રિભુવન વટ’ ની નીચે જ રામકથા ગાન આરંભાશે.આ કથા શ્રોતાઓને આસ્થા ચેનલ પરથી તેમજ સંગીતની દુનિયા અને ચિત્રકુટધામ તલગાજરડાના યુટ્યુબનાં માધ્યમથી લાઈવ માણવા- સાંભળવા મળશે.માત્ર ઓડિયો- વિડિયો રેકોર્ડિંગ અને કેમેરા મેન જ સોશિયલ ડિસ્ટન્સના તમામ પ્રમાણિત નિયમોને સ્વીકારીને બાપુ સામે ઉપસ્થિત રહેશે.વ્યાસપીઠ પરથી પૂજ્ય બાપુ કથાગાન કરશે અને જે રીતે પ્રત્યેક કથા નું લાઇવ પ્રસારણ થતું એ જ રીતે નવદિવસિય કથા અનુષ્ઠાન થશે. આ મંગલ સમાચારથી કથા શ્રાવકોમાં હર્ષ વ્યાપ્યો છે.
Follow Me:

Related Posts