fbpx
ભાવનગર

જિલ્લામાં ૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા જ્યારે ૧ દર્દી બન્યો કોરોનામુક્ત

ભાવનગર જિલ્લામા આજરોજ ૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા
કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૩૫ થવા પામી છે. આજરોજ પાલીતાણાના અનિડા ગામ ખાતે રહેતા
લાલજીભાઈ નરશીભાઈ રાઠોડ તેમજ ભાવનગરના ગાયત્રીનગર ખાતે રહેતા ૨૬ વર્ષીય સંજયભાઈ
રાજુભાઈ રાઠોડનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર
તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે
કે આજરોજ આવેલ બન્ને પોઝીટીવ દર્દી અમદાવાદથી ભાવનગર આવેલ હતા. જેમને તાવ અને કફ જેવા
લક્ષણો જણાતા તેમનો રીપોર્ટ કરવામા આવતા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
જ્યારે આજરોજ ૨ કોરોના પોઝીટીવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા
ગત તા.૨૭ મે ના રોજ નિરમા કોલોની, વરતેજ ગામ ખાતે રહેતા ૨૧ વર્ષીય મુદિત નિમેશભાઈ પુરાણીનો
રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ
ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.
ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીની આરોગ્ય ચકાસણી કરતા અને તે
માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે
હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી
ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧૩૫ કેસ પૈકી હાલ ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ
૧૦૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૧૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Follow Me:

Related Posts