fbpx
ભાવનગર

ભડભીડ ગામના પાટીયા પાસેથી ટુરીસ્ટ ટ્રાવેલર બસમાં ચોર ખાનામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલો નંગ- ૧૦૮૦/- (પેટી નંગ-૯૦) કિ.રૂ. ૪,૦૫,૦૦૦/- તથા ટુરીસ્ટ ટ્રાવેલર, મોબાઇલ સહિત કુલ રૂપિયા ૧૦,૦૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા વેળાવદર ભાલ પોલીસ

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.એસ.રીઝવી સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત રાત્રીના ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે *વેળાવદર ભાલ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આઇ.ડી.જાડેજા તથા સ્ટાફના માણસોએ *અમદાવાદ-ભાવનગર હાઇવે રોડ, ભડભીડ ગામના પાટીયા પાસેથી ટુરીસ્ટ ટ્રાવેલર મીની બસ નંબર. DL-1-VC-1536 બસની છત તથા બસની બન્ને સાઇડના અંદરના પડખામા ચોર ખાનુ બનાવીને છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ-૯૦, બોટલ નંગ-૧૦૮૦ કિ.રૂ. ૪,૦૫,૦૦૦/- તથા ટુરીસ્ટ ટ્રાવેલર બસ તથા મોબાઇલ ફોન-૨ સહિત કૂલ કી.રુ. ૧૦,૦૯,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓ (૧) રાજીવ જ્ઞાનસિંહ રાણા ઉ.વ ૩૮ રહે ખસરા નં ૨૧/૧/૨, ગલી નં. ૧૧/૩, કૌશીક ઇન્કલેવ, બુરાહી, દીલ્લી, (૨) સિધ્ધરાજસિહ બળદેવસિંહ ઝાલા ઉ.વ ૩૦ રહે લાંભા ગામ, મકાન નં. ૨૪૪૩, ઇંદીરાનગર વિભાગ ૦૨, તા, દસક્રોઇ જી અમદાવાદ (૩) જગદીશભાઇ ગોવિંદભાઇ પઢીયાર ઉ.વ ૨૨ રહે વણાજારા વાસ, અગ્રવાલ સ્કુલની પાસે નારોલ પોલીસ ચોકીની પાછળ, નારોલ ગામ, અમદાવાદ* વાળાને પકડી પાડેલ ત્રણેય ઇસમો તથા સદરહુ *દારૂનો જથ્થો આપનાર ઇસમ ભરતભાઇ રામારામભાઇ દેવાસી રબારી રહે અસલાલી ગામ, ગ્રામ પંચાયતની બાજુમા તા, દસક્રોઇ જી અમદાવાદ* વાળા સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.એસ.રીઝવી સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ તથા નિતીનભાઇ ખટાણા તેમજ વરતેજ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આઇ.ડી.જાડેજા સાહેબ તથા સ્ટાફના હેડકોન્સ. દિવ્યરાજસિંહ રાણા તથા પો.કોન્સ. શક્તિસિંહ વિરમદેવસિંહ તથા અનિરૂદ્ધસિંહ રામદેવસિંહ તથા રાજુભાઇ ગુણુભાઇ તથા નરેન્દ્રસિંહ વનરાજસિંહ વિગેરે જોડાયા હતા.

Follow Me:

Related Posts