સિહોરની જ્ઞાનગંગા શાળાની માન્યતા સરકાર દ્વારા રદ કરવામાં આવી
જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મનહરબાપા એજ્યુકેશન ટ્રસ્ટ, શિહોર સંચાલીત બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળા જ્ઞાનગંગા વિધાસંકુલ- શિહોરની ધો.૧ થી ધો.૫ અને ઘો.૬ થી ધો.૮ની માન્યતા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગાંધીનગર દ્વારા રદ્દ કરવામાં આવેલ છે. સદરહું શાળામાં જુન ૨૦૨૦ થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી કોઇ પણ વાલીએ તેમના બાળકનો પ્રવેશ લેવો નહિ અને આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને શાળામાંથી સત્વરે એલ.સી.(શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) કઢાવી અન્ય શાળામાં પ્રવેશ મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે. અન્યથા આ બાબતની જવાબદારી વાલીઓની રહેશે.
Recent Comments