fbpx
ભાવનગર

વિદ્યાર્થીઓના કરીયર માર્ગદર્શન હેતુ જિલ્લા રોજગાર કચેરીના ફેસબુક પેજ પર વિવિધ ઇ-બુકસ ઉપલબ્ધ

કોરોના મહામારીને ધ્યાને લઈને ઘો-૧૦ અને ૧૨ તથા સ્નાતક વિદ્યાર્થીઓને પોતાના
કરીયર વિશે ઓનલાઈન ગાઈડન્સ મળી રહે તેવા હેતુસર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી,
ભાવનગર દ્વારા સોશિયલ મિડીયાનાં માઘ્યમ દ્વારા વિદ્યાર્થીઓને ઘરેબેઠા માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી
કરીયર માર્ગદર્શનને લગતી ઈ-બુક ઓનલાઈન જોઈ શકે અને પોતે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી
શકે તે માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦, ઘોરણ-૧૦ પછી અભ્યાસક્રમ, ઘોરણ-૧૨ સાયન્સ (એ-
ગૃપ), ધોરણ-૧૨ સાયન્સ (બી-ગૃપ) અને કારકિર્દીની મેટ્રો વગેરે ઈ-બુક કચેરીનાં ફેસબુક પેજ મદદનીશ
નિયામક રોજગાર કચેરી– ભાવનગર પર મુકવામાં આવેલ છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ આ ફેસબુક
પેજની મુલાકાત લેવા મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગર દ્વારા અનુરોધ કરાયો છે.

Follow Me:

Related Posts