fbpx
ભાવનગર

આજે ભાવનગર જિલ્લામાં ૯ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા જ્યારે ૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તથા ૧ દર્દીનુ અવસાન થયું

ભાવનગર જિલ્લામા આજરોજ ૯ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા
કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૮૪ થવા પામી છે. આજરોજ ભાવનગરના સર તખ્તસિંહજી જનરલ
હોસ્પિટલ ખાતે નર્સ તરીકે ફરજ બજાવતા ૨૭ વર્ષીય શીલાબેન દયારામભાઈ જાની અને ડોક્ટર તરીકે
ફરજ બજાવતા ૨૮ વર્ષીય ધરમ મનસુખભાઈ સંગોદર તેમજ ભાવનગરના વોરાબજાર, નાગરની પોળ
ખાતે રહેતા ૫૫ વર્ષીય નયનાબેન ભદ્રેશભાઈ ત્રિવેદી, આખલોલ જકાતનાકા ખાતે રહેતા ૪૦ વર્ષીય
નિલેશભાઈ શાંતિભાઈ તલ્સાણીયા, પાલીતાણાના ભિલવાસ ખાતે રહેતા ૨૨ વર્ષીય કરીનાબેન જિતેશભાઈ
દેવીપુજક તથા દાણાપીઠ એરીયા ખાતે રહેતા ૪૬ વર્ષીય મધુકરભાઈ સશીકાંતભાઈ વોરા, મહુવાના ખાટકી
વાડ ખાતે રહેતા ૫૦ વર્ષીય જિલુબેન ઈબ્રાહિમભાઈ કાલાણીયા અને વલ્લભીપુર તાલુકાના નવાગામ ખાતે
રહેતા ૨૮ વર્ષીય વિપુલભાઈ ધીરૂભાઈ કાપડિયા તથા વલ્લભીપુર ખાતે રહેતા ૨૫ વર્ષીય ધાર્મિકભાઈ
ધનજીભાઈ કનેરીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર
તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ૪ કોરોના પોઝીટીવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા
ગત તા.૫ જુનના રોજ ગારીયાધારના મોટા ચરોડિયા ખાતે રહેતા ૩૭ વર્ષીય હિતેશભાઈ ઘોહાભાઈ
બારવલીયા, તા.૯ જુનના રોજ ગારીયાધારના મોટા ચરોડિયા ખાતે રહેતા ૬૨ વર્ષીય ઘોહાભાઈ
વલ્લભભાઈ બારવલીયા, તા.૧૧ જુનના રોજ ભાવનગરના મહિલા કોલેજ ખાતે રહેતા ૩૦ વર્ષીય પ્રાચીબેન
વૈભવભાઈ ભટ્ટ અને તા.૧૧ જુનના રોજ અમદાવાદના મખ્તામપુરા ખાતે રહેતા ૫૧ વર્ષીય હિનાકૌસર
રિયાઝએહમદ ચૌહાણનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર
તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.
ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને
તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા
રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા
બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

પાલીતાણાના ભીલવાસ ખાતે રહેતા ૨૨ વર્ષીય કરીનાબેન જીતેશભાઈ દેવીપુજકનો કોરોના રીપોર્ટ
પોઝીટીવ આવેલ. જેમનુ આજરોજ સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧૮૪ કેસ પૈકી હાલ ૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ
૧૩૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૧૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Follow Me:

Related Posts