fbpx
ભાવનગર

સસ્તા અનાજનો સંગ્રહ કરાયેલ રૂ.૫૧,૪૬,૬૫૦ નો જથ્થો સીઝ કરતું ભાવનગર તંત્ર

સસ્તા અનાજનો સંગ્રહ કરાયેલ રૂ .૫૧,૪૬,૬૫૦ નો જથ્થો સીઝ કરતું તંત્ર ભાવનગર તા .૦૮ : મામલતદાર , મહુવા દ્વારા તા.૧૩-૪-૨૦૨૦ના રોજ નેસવડ ચોકડી પાસે મહુવા – સોમનાથ હાઈવે ઉપર રોડની પશ્ચિમ બાજુએ જી.આઈ.ડી.સી. પ્લોટ નં .૧૦ ખાતે આવેલ  ઘનશ્યામસિંહ ભીખુભા ગોહિલના કન્ઝાના ગોડાઉનમાં આકસ્મિક તપાસણી કરીને સસ્તા અનાજ તળે વિતરણ થતા ઘઉં તથા ચોખાના જથ્થા સહીતનો કુલ રૂ .૫૧,૪૬,૬૫૦ / -નો મુદામાલ સીઝર કરવામાં આવ્યો છે . તેમજ આવશ્યક ચિજવસ્તુ અધિનિયમ -૧૯૫૫ મુજબ કલેકટર , ભાવનગરના તા.૪-૭-૨૦૨૦ના હુકમથી  ઘનશ્યામસિંહ ભીખુભા ગોહિલના ગૌડાઉન ખાતેથી સીઝર કરવામાં આવેલ રૂ .૫૧,૪૬,૬ પ ૦ / -નો તમામ જથ્થો ૧૦૦ % રાજ્યસાત કરવામાં આવેલ છે . આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી , ભાવનગર દ્વારા તમામ વેપારીઓને જણાવવામાં આવ્યું છે કે સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જરૂરીયાતમંદોમા વિતરીત થતા સસ્તા અનાજનો સંગ્રહ કરવો અથવા બિનકાયદેસર વેચાણ કરવું એ કાયદેસરનો ગુન્હો બને છે .

Follow Me:

Related Posts