fbpx
ભાવનગર

જિલ્લામાં કાર્યરત ૩૪ ધવંતરી આરોગ્ય રથ થકી ઘરઆંગણે જ મળતી પ્રાથમિક આરોગ્ય સેવાઓ

અંતરિયાળ વિસ્તારના લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ સ્થળ પર જ મળી રહે તે માટે આયુષ મેડિકલ ઑફિસર અને પેરામેડિકલ સ્ટાફ સાથે ધવંતરી આરોગ્ય રથ કાર્યરત ૬ દિવસમાં જિલ્લાના ૧૧,૯૪૫ લોકોની આરોગ્ય ચકાસણી કરાઈ ભાવનગર તા .૧૦ : કૉરોના વાયરસના ચેપથી બચવા સતર્કતા એ જ સમજદારી છે . કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો જણાય કે તુરંત જરૂરી સારવાર શરૂ કરી શકાય તો સંક્રમણને આગળ વધતું રોકી શકાય છે . જેના પગલે જિલ્લાના નાગરીકોની આરોગ્ય અને સુખાકારીને ધ્યાને લઈ ભાવનગર જિલ્લામાં ૩૪ ધનંતરી આરોગ્ય શ્ય શરૂ કરવામાં આવ્યા છે . ભાવનગર જીલ્લામાં કોરોનાના વધતા સંક્રમણ નાથવા માટે ભાવનગર જીલ્લામાં ધન્વતરી આરોગ્ય રથ દ્વારા તાવ , શરદી , ઉધરસ , જાડા ઉલટી અને ચામડીના રોગો સહિત પ્રાથમિક ઇજાઓમાં સારવાર , રોગ પ્રતિકારક શકતી વધારવા માટે આર્સેનિક આલ્બમનું વિતરણ , આરોગ્ય પ્રદ ઉકાળા વિતરણ , તાવના કિસ્સામાં લેબોરી તપાસ , બીપી અને ડાયાબિટીસના દર્દીઓની તપાસ અને પ્રાથમિક સારવાર , સગર્ભા પ્રાથમિક તપાસ અને સારવાર તેમજ લોકોને આરોગ્ય શિક્ષણ મળે જન જાગૃતિ આવે તેવા શુભ હેતુસર ભાવનગર જીલ્લામાં ધન્વતરી આરોગ્ય રથની શરૂઆત કરવામા આવેલ છે . જેનો લોક જાગૃતિ અર્થે માઇક દ્વારા પ્રચાર પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે . જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ થાય તે માટે આયુષ મેડિકલ ઑફિસર અને પેરા મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે . આ ટીમો દ્વારા આજદિન સુધીમાં ૧૧,૯૪૫ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે . જે પૈકી ૧૧,૮૫૦ લોકોને સ્થળ પર જ જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી તથા અન્ય ૯૫ લોકોને વધુ સારવાર માટે નજીકના સરકારી દવાખાના ખાતે રિફર કરવામાં આવ્યા છે . આર.બી.એસ.કે. ટીમ , એક સ્ત્રી અને એક પુરૂષ આયુષ મેડિકલ ઑફિસર અને પેરા મેડિકલ સ્ટાફ્રી ટીમ દ્વારા તાવ , શરદી , ઝાડા , ડાયાબિટીસ , બ્લડપ્રેશર અને ચામડીના રોગોના નિદાન કરી સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે . ધન્વતરી આરોગ્ય રથમાં ટેમ્પચર ગન , સ્ટેથોસ્કોપ , પલ્સ ઓક્સિમીટર સહિતના સાધનોની સાથે સાથે જરૂરી દવાઓ તથા ઈમ્યુનિટી બુસ્ટઅપ માટેની હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદિક ઉકાળા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે .

Follow Me:

Related Posts