fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૪૦ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૧૩ દર્દી થયા કોરોનામુક્ત

જિલ્લામાં ૪૦ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૧૩ દર્દી થયા કોરોનામુક્ત જિલ્લામાં નોંધાયેલા ૬૫ કેસો પૈકી ૪૦૧ દર્દીઓહાલ સારવાર હેઠળ ભાવનગર તા .૧૩ : ભાવનગર જિલ્લામા આજરોજ ૪૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૬૬૫ થવા પામી છે . જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૪ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ર ૪ કેસો નોંધાયા છે . જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે ૧ , ભાવનગરના ફરીયાદકા ગામ ખાતે ૧ , તળાજાના મંગેળા ગામ ખાતે ૧ , તળાજાના નવા સાંગાણા ગામ ખાતે ૧ , મહુવા ખાતે ૩ , પાલીતાણાના લાપરીયા ગામ ખાતે ૧ , વલ્લભીપુરના મેલાણા ગામ ખાતે ૧ , ઉમરાળા ખાતે ૨ , ઉમરાળાના ચોગઠ ગામ ખાતે ૧ , ઉમરાળાના દડવા ગામ ખાતે ૧ , સિહોર ખાતે ૧ , સિહોરના મઢડા ગામ ખાતે ૧ તથા સિહોરના અમગઢ ગામ ખાતે ૧ વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે . જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૩ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે . ભાત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા હેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી . આ તમામ દર્દીઓએ હોસ્પિટલ્લામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે . આમ જિલ્લામાં નોંધાયેલા ૬૬૫ કેસ પૈકી હાલ ૪૦૧ દર્દીઓ સારવાર હેઠળ છે . જ્યારે અત્યાર સુધીમાં કુલ ૨૪૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૧૪ દર્દીઓનું અવસાન થયેલ છે .

Follow Me:

Related Posts