fbpx
ભાવનગર

સરકારી કુમાર છાત્રાલય મહુવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું

સરકારી કુમાર છાત્રાલય મહુવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇ . લોકાર્પણ કરાયું છેવાડાનો માનવી પણ શિક્ષણ મેળવી પોતાનો વિકાસ કરી શકે તે માટે રાજય સરકાર કટિબદ્ધ . મુખ્યમંત્રી લાખના ખર્ચે નિર્મિત આ છાત્રાલય ૩૨ રૂમ , લાઈબ્રેરી , રીડિંગ પેસેજ , કોમ્યુટર લેબ , સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ ભાવનગર , તા .૧૩ : ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ .૩ પ ૬.૧૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સરકારી કુમાર છાત્રાલય ( વિકસતી જાતિ ) નું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વચિત , શોષિત , પીડિત તથા ગરીબ સૌ કોઈને પૂરતો સામાજિક ન્યાય સમરસતા મળે તે રાજય સરકારની નેમ છે . સામાજિક તથા માનવીય શિક્ષણ ખૂબ મહત્વનું છે . જો શિક્ષણ હશે તો સામાજિક સમરસતા સાધી દરેકનો વિકાસ કરી શકાશે.અને તેથી જ નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ આજ સુધી સરકારે સબ સમાજ કો સાથ મેં લેકર આગે બઢતે જાના હૈ ” ના મંત્રને અનુસરી રાજ્યને વિકાસના પથ પર આગળ વધાર્યું છે . મુખ્યમંત્રીએ વધુમાં વિકાસ કરી શકે એ માટે રાજ્ય અને તેથી જ કુમાર છાત્રલયો , આદર્શ નિવાસી શાળાઓ શિષ્યવૃત્તિ , વિદેશ અભ્યાસ વગેરે જેવી અનેક શૈક્ષણિક સુવિધાઓ જે લોકો સામાજિક રીતે પાછળ રહી ગયા છે તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા સરકારે ઉભી કરી છે . મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના મત મારી સામે આખું વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આફતને અવસરમાં બદલવાના મંત્રને અનુસરી ગુજરાત કોરોનાને હરાવવામાં ચોક્કસ સફળ થશે . આજે ગુજરાતમાં ઉચ્ચ કક્ષાની આરોગ્ય સારવારના કારણે કોરોના રેટ વધ્યો છે અને મૃત્યુ દર ઘટહ્યો છે . સૌ કોરોના અંગે જાગૃત બનીએ તો રાજ્યનો વિકાસ હંમેશા વધતો જશે અને ગુજરાત ક્યારેય પાછું નહીં પડે . મહુવા ખાતે ૩૫૬.૧૦ લાખના ખર્ચે નિર્મિત આ સંસ્કારી કુમાર છાત્રાલયમાં ગ્રાઉન્ડ ફ્લોર પર લાયબ્રેરી , રીડીંગ રૂમ , એન્ટ્રી . ડીસેબલ એન્ટ્રી , ટોયલેટ , બાથરૂમ , ડીસેબલ ટોઈલેટ – બાથરૂમ , વોર્ડન ક્વાર્ટર , ઓફીસ . કોમ્યુટર રૂમ્પ વીઝીટર રૂમ કિચન , કિચન સ્ટોર , ડાયનિંગ હૉલ , ડીશ વોરા એરીયા વોટર એરીયા પેસેજ એરીયા તેમજ પ્રથમ માળે ૧૬ છાત્ર રૂમ , ૬ છાત્ર ટોઈલેટ , ૬ 2 બાથરૂમ . રીડૉગ પેસેજ , વોટર કુલર પેસેજ , અને બીજા માળે પણ ૧૬ છાત્ર રૂમ , ૬ છાત્ર સૈઈલેટ , ૬ છાત્ર બાથરૂમ . રીડીંગ પેસેજ , વોટર કુલર પેસેજની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.કેમ્પસમાં બોર તથા સંપની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે . આ પ્રસંગે સાંસદ નારણભાઈ કાછડીયા , મહૂવા નગરપાલિકા પ્રમુખ , મહુવા તાલુકા પંચાયત પ્રમુખ , જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા , પ્રાંત અધિકારી મહુવા , નાયબ જિલ્લા વિકાસ અધિકારી , માર્ગ અને મકાન વિભાગના ક્રાર્યપાલક ઇજનેર , જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ વસાણી . મહુવા તાલુકા વિકાસ અધિકારી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts