fbpx
ભાવનગર

ધન્વનન્તરી આરોગ્યથ રથ ને ભાવનગર જિલ્લામા મળી રહેલો બહોળો પ્રતિસાદ

ધન્વન્તરી રથ ને ભાવનગર જિલ્લામાં મળી રહેલો બહોળો પ્રતિસાદ 000000 34 ધવંતરી આરોગ્ય રથ દ્વારા અત્યાર સુધીમાં 25,223 લોકોની આરોગ્ય તપાસ કરાઈ ભાવનગર તા .૧૬ : ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી માટે ૩૪ આર.બી.એસ.કે. ટીમ સાથેના વાહનોને ધન્વતરી આરોગ્ય રથ તરીકે કાર્યરત કરાયા છે . ધન્વતરી આરોગ્ય રથ દ્વારા જીલ્લાના અંતરીયાળ ગામડાઓ ના વિવિધ વિસ્તારોમાં તાવ , શરદી , ઝાડા , ડાયાબિટીસ , બીપી , ચામડીના રોગો વગેરેનું નિદાન સારવારની સેવાઓ આપવામાં આવી રહીં છે . ભાવનગર જિલ્લામાં ધન્વન્તરી આરોગ્ય રથની ટીમો દ્વારા તા .૧૬ / ૦૭ / ૨૦૨૦ સુધીમાં ૨૫,૨૨૩ દર્દીઓની તપાસ કરવામાં આવેલ છે . ૧૩૯ દર્દીઓને વધુ સારવાર અર્થે રીફર કરેલ છે . ૧,૦૦૬ દર્દીઓની મેલેરીયા માટે તપાસ કરાઇ જેમાથી ૮ મેલેરીયાના દર્દી મળેલ છે તેમજ લોકોને બીન જરૂરી બહાર નું નીકળવા , માસ્કનો વ્યવસ્થિત ઉપયોગ કરવા અને સોશીયલ ડીસ્ટન્સીંગ જાળવવા અનુરોધ કરવામાં આવેલ

Follow Me:

Related Posts