fbpx
ભાવનગર

ભાવનગર માસ્ક પહેરવાથી કોરોના વાઇરસ થી સંપૂર્ણ મુક્તિ મળતી હોય તેવી લેખિતમાં કમિશનર બાંહેધરી આપે તો હું મારી સંપૂર્ણ સંપત્તિ સરકારને દાન કરી દેવા તૈયાર છું : સંજયસિંહ ગોહિલ

માસ્ક પહેરવાથી કોરોના વાઇરસ થી સંપૂર્ણ મુક્તિ મળતી હોય તેવી લેખિતમાં કમિશનર બાંહેધરી આપે તો હું મારી સંપૂર્ણ સંપત્તિ સરકારને દાન કરી દેવા તૈયાર છું,એક તરફ લોકો ધંધા રોજગાર વગર હેરાન પરેશાન છે,રોજગારી મળતી નથી નાના મોટા ઉધોગો  બંધ છે,ખેડૂતો ને પોષણ શ્રમ ભાવ મળતા નથી,સરકાર સરકારી કચેરીઓમાં જગ્યા ખાલી હોવા છતાં ભરતી કરતી નથી, દિવસે ને દિવસે બેરોજગારી વધતી જાય છે,શાળા કોલેજો બંધ હોવા છતાં વાલીઓ પાસેથી ફી ઉઘરાવવામાં આવે છે,પેટ્રોલ ડીઝલ ના વધતા ભાવ ને કારણે મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે,એક તરફ લોકોને રોજી રોટી માટે સંઘર્ષ કરવો પડે છે ત્યારે સરકાર લોકોને મદદ કરવાને બદલે નવા નવા કાયદા બનાવી સરકાર અને તંત્ર સાથે મળી લોકોને લૂંટી રહી છે,સરકારે લોકો ઘર ની બહાર ના નીકળે તે માટે ગામડાઓ અને શહેર માં શેરીઓમાં જનતા ને જીવન જરૂરિયાતની વસ્તુઓ રોજ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ વધતા જતા કેશ આવનારા દિવસોમાં મોટી સમસ્યા છે ત્યારે ભારત અને રાજ્ય સરકાર હાલની પરિસ્થિતિ માં લોકો ને મદદ રુપ થઈ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડે જી.એસ.ટી.માં ઘટાડો કરે,ખેડૂતોને ટેકાના ભાવ આપે,ખાતર અને દવાઓ સરકાર દ્વારા સ્ટોલ બનાવી સસ્તા ભાવે આપવામાં આવે,મનરેગા યોજના અંતર્ગત કામો ચાલુ કરવામાં આવે,રત્નકલાકારોને કામ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે,નાના અને મધ્યમ વર્ગના લોકોને સીધો ફાયદો થાય તેવું પેકેજ જાહેર કરવામાં આવે,લોકોને લૂંટવાની યોજનાઓ બંધ કરી લોકોને સીધો ફાયદો થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે,બાકી ગુજરાત ની ભોળી ભાળી જનતા ને નવા નવા પ્રોપગેન્ડા અજમાવી લૂંટશો તો કુદરત માફ નહિ કરે તેનું પણ ધ્યાન રાખજો ખાસ કરીને અધિકારીઓ….સંજયસિંહ ગોહિલ પ્રમુખ ઘોઘા તાલુકા પંચાયત

Follow Me:

Related Posts