fbpx
ભાવનગર

આજે જિલ્લામા ૩૯ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૫૨ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન

આજે જિલ્લામા ૩૯ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૫૨ દર્દી થયાકોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાનજિલ્લામાં નોંધાયેલા ૧,૦૯૩ કેસો પૈકી ૪૩૫ દર્દીઓ હાલ સારવાર હેઠળભાવનગર જિલ્લામા આજરોજ ૩૯ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા
કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૦૯૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૮ પુરૂષ અને ૫
સ્ત્રી મળી કુલ ૨૩ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧,
ગારીયાધાર તાલુકાના ડમરાળા ગામ ખાતે ૧, ગારીયાધારના શિવેન્દ્રનગર ગામ ખાતે ૧, ગારીયાધારના
સુરનિવાસ ગામ ખાતે ૧, ઘોઘાના વાળુકડ(ઘો) ગામ ખાતે ૧, મહુવાના વાધનગર ગામ ખાતે ૧, મહુવાના
રાતોલ ગામ ખાતે ૧, મહુવાના મોટી વડાળ ગામ ખાતે ૨, પાલીતાણાના મેઢા ગામ ખાતે ૧, સિહોરના ચોર
વડલા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોરના નાના સુરકા ગામ ખાતે ૨, ઉમરાળા ખાતે ૧ તથા
વલ્લભીપુરના મેવાસા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને
વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૬ અને તાલુકાઓના ૧૬ એમ કુલ ૬૬ કોરોના
પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા
પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ
જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી
હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ
આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ
સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧,૦૯૩ કેસ પૈકી હાલ ૪૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા
કુલ ૬૫૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૨૧ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Follow Me:

Related Posts